મિશન 182ને પાર પાડવા ગોઠવાયો તખ્તો! ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમ અંતર્ગત પાટિલે રણનીતિ ઘડી

મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિકેન્ડ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે.

મિશન 182ને પાર પાડવા ગોઠવાયો તખ્તો! ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમ અંતર્ગત પાટિલે રણનીતિ ઘડી

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે અને આજે તેઓ તાપીના વ્યારા પહોંચ્યા છે. જ્યાં તેમણે વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો. પાટીલ દરેક જિલ્લામાં આખો દિવસ વિતાવશે. જ્યાં તેઓ વેપારીઓ, તબીબો અને દિવ્યાંગો તથા ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરશે. જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરવા માટે ખુદ પ્રદેશ અધ્યક્ષ જઈ રહ્યા છે. સી.આર.પાટીલના આ કાર્યક્રમને વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2022ની ચૂંટણી પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ પાટીલનો દરેક જિલ્લામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટીક કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રમુખ મુલાકાત કરશે. પ્રત્યેક જિલ્લામાં પાટીલ 24 કલાકથી માંડી 36 કલાક કાર્યકરો સાથે વિતાવશે. 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિ ચિતાર મેળવશે. નબળા બુથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરો સૂચન આપશે. જિલ્લા મુલાકાતમાં પ્રથમ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સાથે બેઠક યોજશે.

મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિકેન્ડ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે. તમામ હોદેદારો જે પણ ચર્ચા થશે, મીનિટ ટુ મિનિટની નોંધણી કરશે.
 
નોંધ કરેલી મિનિટ ઉપર ભાજપ મનોમંથન કરી અને વર્ષ 2022ની ચૂંટણી રણનીતિ ઘડશે. ભાજપ મનોમંથન આધારે 2022માં 182 માંથી 182 બેઠકો મેળવા માટે કેટલા બદલાવ લાવવા તે અંગે રણનીતિ થશે. મુલાકાત બાદ ક્યાં ક્ષેત્રમા બદલાવ લાવવા તે અંગે પણ ભાજપ રણનીતિ ઘડશે. રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ ભાજપ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news