Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના જર્જરિત મકાનો હવે જોખમી બની રહ્યાં છે. ધોધમાર વરસાદ વચ્ચે જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં સોમવારે વધુ એક જર્જરિત આવાસ ધરાશાયી થયું છે. અમદાવાદના મીઠાખળી ગામમાં મકાન ઘરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં જુનુ જર્જરીત હાલતમાં રહેલુ મકાન ધરાશાયી થતાં અંદર રહેતા લોકો ફસાયા હતા. ઘરમાં રહેતા ચાર વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. પરંતું હજુ એક વ્યક્તિ કાટમાળમાં દટાઈ હતી. કાટમાળમાં દટાયેલ વ્યક્તિની શોધખોળ ચાલુ કરાઈ હતી. પરિવારનો વિનોદ દંતાણી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરાઇ હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ ખસેડાયો હતો. આ અકસ્માતમાં 55 વર્ષીય વિનોદભાઈનું મૃત્યુ થયું, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાશે..


ગુજરાતના પૂરના એંધાણ : 30 જળાશયો હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે


મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં બે વર્ષની બાળકી સહિત આખો પરિવાર માટીમાં દટાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશન કરી સતત 30 મિનિટની શોધખોળ બાદ તેઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમા ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. 


ભારે વરસાદની આગાહી કરતા પણ મોટા અપડેટ : વરસાદના આ રાઉન્ડમા તમારા બીજા ચાર દિવસ બગડશે


ઘટના વિશે મૃતકના વેવાસાઈ સાગર ભાઈએ સરકારને નિયમ મુજબ મદદ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ઘરવખરી સહિત તમામ ચીજ વસ્તુઓનું નુકસાન થયું છે. મૃતકના પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. સવારે 7.30 વાગે ઘટના બની એ સમયે પોલીસ અને ફાયરની ટીમ આવી હતી. જ્યારે તેમને રેસ્ક્યુ કરાયું એ સમયે જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અહીંથી તુરંત તેમને વીએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હવે આગળની કાર્યવાહી શરૂ થઈ છે, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાશે.


અમદાવાદમાં રહેવું હોય તો તંત્રના પાપે પડતા ભૂવાના કારણે તમારે જીવના જોખમ સાથે બહાર નીકળવું પડશે. કેમ કે, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે અને વરસાદના કારણે ક્યાં ભૂવો પડ્યો છે તેની ખબર નથી પડતી. જેના કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું તાજું ઉદાહરણ અમદાવાદના જમાલપુરમાંથી સામે આવ્યું છે. જમાલપુરની કાંચની મસ્જિદ પાસે ભૂવો પડ્યો હતો ત્યાં વરસાદી પાણી ભરાતાં એક વ્યક્તિ ભૂવામાં ખાબક્યો અને સીધો જ તે પાણીમાં ઉતરી ગયો. 7 જુલાઈનો આ બનાવ છે. આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. 


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા