ગુજરાતમાં પૂરના એંધાણ : 30 જળાશયો હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે

Gujarat Weather Forecast : મુશળધાર વરસાદથી ગુજરાતના 30 જળાશયો હાઈ એલર્ટ પર...તો છલોછલ થતા 12 ડેમ એલર્ટ પર...ભારે વરસાદથી 207 ડેમમાં જળસંગ્રહ વધીને 46.57 ટકા થયો...
 

ગુજરાતમાં પૂરના એંધાણ : 30 જળાશયો હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે

Dams Overflow In Gujarat : આગાહી વચ્ચે ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ છે. આવામાં નદી નાળા છલકાઈ ગયા છે. પરંતું મુશળધાર વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સરવાળે સ્થિતિ એવી છે કે, ગુજરાતના 30 ડેમ હાઈ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર છે. ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણી વધ્યુ છે. 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ વધીને હવે 46.56 ટકા થયું છે. 22 જળાશય હાલ છલોછલ સ્થિતિમાં છે. 

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થયું છે. જેથી ગુજરાતમાં હવે આગામી ઉનાળામાં પાણીનું સંકટ નહિ આવે તેવુ લાગી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પણ 57.52 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં 33.49 ટકા જળસંગ્રહ વધ્યો છે. 

તો બીજી તરફ આંકડા પર નજર કરીએ તો, 207 જળાશયોમાં જળસંગ્રહ 46.57 ટકા થયો છે. ગુજરાતના 207 માંથી 22 ડેમ ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 15, કચ્છના 6 ડેમ ઓવરફ્લો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 51.70 ટકા પાણી ભરાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 29.83 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.40 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53.16 ટકા પાણી ભરાયું છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 57.12 ટકા પાણી છે.

અમરેલીના 7 ડેમ ઓવરફ્લો 
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી અમરેલી જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે.તો જિલ્લાના 7 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.મેઘરાજા મહેરબાન થતા અમરેલી જિલ્લાના ચેકડેમ પણ છલકાય ગયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આવેલ શેલ નદી ઉપર નો ચેકડેમ પણ છલકાય ગયો છે.આ ચેકડેમ સાવરકુંડલા તાલુકાનો સૌથી મોટો ચેકડેમ છે.આ ચેકડેમ છલકાવાથી આસપાસના 20 જેટલા ગામને આવનારા દિવસોમાં ફાયદો થશે.આ ચેકડેમ છલકાઈ જવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

ભાવનગરના કાળુભાર ડેમના દરવાજા ખોલાયા 
ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કાળુભાર ડેમના દરવાજા ખોલતા ભારે પ્રવાહના કારણે એક વર્ષ પૂર્વે બનાવેલો ભાણગઢ કોઝવે તૂટી ગયો હતો જ્યારે રંઘોળી અને કાળુભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય ભારે વરસાદના સમયે ગામ બેટમા ફેરવાય જાય છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

અબડાસાનો વિજોડા ડેમ ઓવરફ્લો 
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી, લાઠ અને ભીમોરા ગામમા ભારે વરસાદ ગઈકાલે નોંધાયો હતો. ભારે વરસાદને કારણે લાઠ અને ભીમોરા ગામની ફરતી બાજુ પાણી પાણી થયા હતા.લાઠ અને ભીમોરા ગામની આજુબાજુ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મશ્યા. લાઠ ગામમા મજેઠી, ભાદર 2 ડેમ, પાટણવાવ અને તલંણાનું વરસાદનું પાણી લાઠ ગામમા જતું હોય ચારે બાજુ લાઠ ગામમા પાણી ભરાયા હતા. મજેઠી, લાઠ અને ભીમોરા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ થયો હતો. મજેઠી, લાઠ અને ભીમોરા ગામ સંપર્ક વિહોણા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, કચ્છના અબડાસા તાલુકાના નાની બેર ગામનો ડેમ ઓવરફ્લો થયો હતો. નાની સિંચાઈનો વિજોડા ડેમ ઓવરફ્લો થતા પાણીનો  ભારે પ્રવાહ વહેતો જોવા મળ્યો. નાયબ કાર્યપાલકની કચેરીમાં પણ પાણી ભરાયા હતા. 

આજે ક્યાં ક્યાં આગાહી 
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ખાસ કીરને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 10 મી તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 મી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news