`પાટીદારો ડોલર કમાવવામાં શૂરા`, આ મહેણું ગુજરાતી યુવકે USમાં ભાગ્યું! હાઈડ્રોજન વિમાનનું કર્યું સફળ નિર્માણ
બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.
સંદીપ વસાવા/બારડોલી: ફરી એકવાર એક ગુજરાતના યુવાને ગુજરાતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે. બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.
ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસ,સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલે ગુજરાત સરકારની અરજીઓનો નિકાલ કરશે
અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં ત્રીજી માર્ચે એક ઐતિહાસિક ઘટના બની અને દુનિયામાં પ્રથમ વાર હાઈડ્રોજન ઇંધણથી વિમાન ચલાવવામાં આવ્યું અને આ સફળ પરીક્ષણ કર્યું. અમેરિકાની યુનિવર્સલ હાઈડ્રોજન કંપનીએ અને આ વિમાન બનાવનાર કંપનીમાં કામ કરતી ટીમનો લીડર હતો એક ગુજરાતી. જી હા ફેનિલ પટેલ નામનો મૂળ મહુવા તાલુકાના અનાવલ ગામનો પરંતુ બારડોલીમાં પરિવાર સાથે રહેતો યુવાન વર્ષ 2015માં અમેરિકાની ધરતી પર પગ મુકનાર ફેનિલ પટેલ ખુબ જ સ્વછંદી યુવાન છે. પહેલેથી જ કંઇક કરી બતાવવાનો અને દેશને ગૌરવ અપાવવાનો અભિગમ હતો.
CMOના પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાનો મોટો ખુલાસો, PM મોદી વિશે કહી દીધી આ વાત
ભારતથી બીઈ મીકેનીકલનો અભ્યાસ કરી અમેરિકા પહોંચેલા આ યુવાને જાત મેહનત કરી ત્યાં આગળનો અભ્યાસ પૂરો કર્યો અને પીએચડીની ડીગ્રી મેળવી અને ત્યાંથી સફળ યાત્રાની શરૂઆત થઇ. ડીગ્રી મળતા જ ફેનીલને યુનિવર્સલ હાઈડ્રોજન કંપનીમાં નોકરી મળી ગઈ. 8 કલાકની નોકરી છતાં પોતાનો સંપૂર્ણ સમય પોતાના કામને આપી દીધો. એવું કહી શકાય કે પોતાનો જીવ રેડી દીધો અને આખરે સફળતા મળી.
6-6 વાર કોશિશ કરી, પણ હિંમત ના હાર્યો, આ કચ્છી યુવાને બનાવી દીધો સૌથી મોટો વડાપાવ
કંપની ઘણા સમયથી હાઈડ્રોજન વિમાન બનાવવાનો વિચાર કરી રહી હતી અને આખરે કંપનીને વિમાન બનાવવામાં સફળતા પણ મળી. ફેનિલ પટેલની આગેવાનીમાં કંપનીએ એક હાઈડ્રોજન અને પેટ્રોલ બંનેથી ચાલતું એક વિમાન બનાવી લીધું અને ફેનીલના જન્મ દિવસે 3જી માર્ચના રોજ સફળ પરીક્ષણ પણ કરી લીધું. પરીક્ષણ બાદ હાલ આ વિમાન ટુંકા અંતર માટે બનવવામાં આવશે. હાઈડ્રોજનથી ચાલતા વિમાનથી વાયુ પ્રદુષણથી દુનિયાને ચોક્કસ ફાયદો થશે.
ક્રિકેટની રમતમાં ફિક્સિંગનો ખેલ, જાણો એ 13 મેચ વિશે જેમાં ફિક્સિંગના આરોપ લાગ્યા
ગુજરાતીઓએ હંમેશા દેશમાં કે વિદેશમાં દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે અને પોતાની પ્રતિભા થાકી દેશ અને દુનિયામાં ડંકો વગાડતા આવ્યા છે. આવી જ રીતે ગુજરાતના એક ગામડાના નવ યુવાને વધુ એક વખત ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. હાઈડ્રોજનને ઇંધણ તરીકે વાપરવું એ દુનિયાના દરેક દેશનું સ્વપ્ન છે. અને દુનિયાના દેશો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકાની જે કંપનીને સફળતા મળી છે એ તેમાં મહદઅંશે ફાળો એક ગુજરાતીનો છે. ત્યારે દેશ સાથે સાથે પરિવારને પણ એટલો જ ગર્વ આ નવયુવાન પર છે.
Govt Job: EPFO એ 12મું પાસ માટે કાઢી બમ્પર વેકેન્સી, 92,000 રૂપિયાનો મળશે પગાર
ફેનિલ જેવા યુવાનો દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે છે ત્યારે આવા યુવાનો અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોઈ છે. ફેનિલ એ મેળવેલી સિદ્ધિ કોઈ નાની મોટી સિદ્ધિ નથી જયારે પણ ભવિષ્યમાં પ્રથમ હાઈડ્રોજન વિમાનની વાત થશે ત્યારે ગુજરાતના આ નવયુવાનનું નામ લોકોની જુબાને હશે. ત્યારે જેને નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી એવા ફેનીલના ભત્રીજા માટે પણ ફેનિલ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.