અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના ભાટમાં આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલની ફરી દાદાગીરી સામે આવી છે. સ્કૂલ સવારપાળીની હોવા છતાં RTE ના બાળકોને અલગથી બપોરપાળીમાં અભ્યાસ કરાવી રહી છે. વાલીઓએ RTEના બાળકો સાથે ભેદભાવ ના કરવા વિનંતી કરવા છતાં શાળાએ મનમાની યથાવત રાખી હોવાનું સામે આવ્યું છે. અંતે ન્યાય માટે વાલીઓએ ગાંધીનગર DEOને ફરિયાદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી


અમદાવાદ પબ્લિક સ્કૂલ RTE ના બાળકો સાથે ભેદભાવ કરી રહી હોવાની ફરિયાદ થતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા RTE ના વાલીઓને ખખડાવવામાં આવ્યા હતા. DEO ગાંધીનગરથી ન્યાય ના મળતા આખરે વાલીઓએ મીડિયા સમક્ષ મદદની ગુહાર લગાવી હતી. સ્કૂલની કરતૂતો મીડિયામાં ખુલ્લી પાડવા બદલ સ્કૂલે RTE ના બાળકોના વાલીઓની તપાસ શરૂ કરાવી હતી. ઘરે જઈ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા RTEના બાળકોની તપાસ થઈ હતી.


ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો


હવે તપાસ બાદ APS મેનેજમેન્ટ આવતીકાલે કરવા જઈ રહ્યું છે પ્રેસ કોંફરન્સ
PR એજન્સી રોકીને APS મેનેજમેન્ટ RTE ના વાલીઓએ ખોટા પ્રમાણપત્ર આપી પ્રવેશ મેળવ્યો હોવાની વાત સામે આવી છે, લાયક ના હોવા છતાં પ્રવેશ મેળવ્યો એ અંગે પ્રેસ કરશે. RTE ના નિયમ મુજબ ખોટા પ્રમાણપત્ર સાથે પ્રવેશ લેનાર વાલીઓ સામે કાર્યવાહી જરૂરી પરંતુ એ પહેલાં શાળાએ બાળકો સાથે જે પ્રકારે ભેદભાવ કર્યો એ બદલ લાજવાને બદલે પૈસાના જોરે વાલીઓ વિરુદ્ધ પ્રેસ કોંફરન્સ કરાઈ રહી છે. 


આ ટોપ 5 ફિલ્મોની લોકો જોઈ રહ્યાં છે રાહ; જવાન કે સાલાર નહીં, આ ફિલ્મ છે Number 1


ખોટા પ્રવેશ લેનાર સામે કાર્યવાહી થવી જરૂરી છે, પરંતુ RTE નક બાળકો સાથે ભેદભાવ બદલ ગાંધીનગર DEO કેમ શાળા સામે પગલાં લઈ રહ્યા નથી, એ વાતને લઈને વાલીઓમાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. DEO ગાંધીનગર ફોન પર જવાબ આપવાથી ભાગી રહ્યા છે, ઝી 24 કલાકના ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું છે. સ્કૂલને ભેદભાવ ના કરવા જાણ કરી છે, એટલું કહી DEO ગાંધીનગર સંતોષ માની રહ્યા છે. સમગ્ર ઘટનામાં DEO ગાંધીનગરની સંદિગ્ધ ભૂમિકા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.


દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે