ગેનીબેનના ગઢમાં થયું સૌથી વધુ મતદાન, બમ્પર વોટિંગથી શું બનાસકાંઠામાં તખ્તો પલટાશે?
Banaskantha Loksabha : લોકસભાની ચૂંટણીમાં બપોર સુધી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર થયું છે, આ બમ્પર મતદાન બનાસકાંઠામાં કંઈક નવાજૂની થવા તરફ સંકેત આપી રહ્યાઁ છે
Loksabha Election 2024 : ગુજરાત લોકસભાની 2024ની ચૂંટણીમાં બનાસકાંઠામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમા બપોરે ત્રણ વાગ્યા સુધી સરેરાશ 55.74 ટકા મતદાન થયું છે. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં મતદારોના ફાંફા પડી રહ્યાં છે, ત્યાં બનાસકાંઠામાં લોકો ગાદલા માથા પર મૂકીને પણ બળબળતી બપોરમાં મતદાન કરતા જોવા મળી રહ્યાં છે. બપોરે બે વાગ્યા સુધીના આંકડામાં બનાસકાંઠામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. જે બતાવે છે કે, બનાસકાંઠામાં તખ્તો પલટાઈ શકે છે. છપ્પર ફાડકે વોટિંગ કા તો ગેનીબેનને સત્તા પર લાવશે, કાં તો ગેનીબેનને ઘરભેગા કરશે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના લડાયક ઉમેદવાર છે. તેમની સામે રેખાબેન ચૌધરી મેદાનમાં છે જેઓ એન્જિનિયરિંગના પ્રોફેસર છે, પરંતુ રાજકારણમાં તેઓ નવા ખેલાડી છે. આ બેઠક પર સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, વાવ અને દાંતા વિધાનસભા 19 લાખ 61 હજાર 924 મતદારો આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. પરંતું આ મતદારોએ ગુજરાતમાં અત્યાર સુધી બમ્પર વોટિંગ કર્યું છે. બનાસકાંઠા બેઠકર પર આ વખતે ચૌધરી/ઠાકોર વચ્ચે સીધી જંગ છે.
ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
બનાસકાંઠામાં અત્યાર સુધી વોટિંગ
- સવારે 9.00 વાગ્યા સુધી 12.88 ટકા
- બપોરે 12.00 વાગ્યા સુધી 30.27 ટકા
- બપોરે 1.00 વાગ્યા સુધી 45.89 ટકા
- બપોરે 3.00 વાગ્યા સુધી 55.74 ટકા
ગેનીબેન પડી શકે છે ભારે!
ગુજરાતમાં ભાજપે પોતાનો ગ્રાફ ઉપર લઈ જવા માટે સતત જાહેર જનતાની વચ્ચે જ રહ્યા છે. પરંતુ, આ વખતે ઉત્તર ગુજરાતની બે બેઠકો, બનાસકાંઠા અને સાબરકાંઠા પર ભાજપને કોંગ્રેસ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસે વાવ બેઠક પરથી તેના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે તેમની સામે રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે. 2017માં ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને હરાવ્યા હતા. ગેનીબેને ચૂંટણી લડવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગુલાબભાઈ ચૌધરીના પૌત્રી છે.
રૂપાલાને મળવા જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાની રસ્તામાં તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા
ગેનીબેનનું મજબૂત પાસું
- ગેનીબેનની ઈમેજ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે
- 2017માં ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને હરાવ્યા હતા
- ગેનીબેનની લોકપ્રિયતા કોંગ્રેસના નેતાઓમાં સૌથી વધુ છે
- તેમની છાપ એક બેબાક નેતા તરીકેની છે તેથી
- તેઓ જ્યારે પોતાનો મત વ્યક્ત કરે ત્યારે કોઈની સાડાબારી રાખતા નથી
- ઠાકોર સમાજની જૂની પરંપરાઓને દૂર કરવા માટે તેઓએ પહેલ કરી છે
- તેમણે અનેકવાર દારૂ વેચતી જગ્યાઓ પર જનતા રેડ પાડી છે
રેખાબેનનું નબળું પાસું
રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગુલાબભાઈ ચૌધરીના પૌત્રી છે, પરંતું લોકો માટે આ નામ અજાણ્યું છે. ભાજપ દર ચૂંટણીમા નવા ચહેરાને તક આપે છે, જેમાં રેખાબેન ચૌધરીને લોટરી લાગી ગઈ. પરંતું બનાસકાંઠામાં ગેનીબેનની સામે રેખાબેન નબળા ઉમેદવાર ગણાય છે. સાથે જ રેખાબેનને તક આપવા બદલ ભાજપને આંતરિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી ગેનીબેન સામે રેખાબેન ટક્કર ઝીલી શકે તેમ નથી. બપોર સુધીનું બમ્પર મતદાન સૂચવે છે કે, કાં તો બનાસકાંઠામાં તખ્તો પલટાશે, કાં તો રેખાબેનના પક્ષે વોટિંગ જશે. પરંતું રેખાબેનના પક્ષે વધુ મત જાય એ શક્યતા ઓછી લાગી રહી છે. ત્યારે બમ્પર વોટિંગથી બનાસકાંઠામાં તખતો પલટાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
લેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતા