ચેતન પટેલ, સુરત: રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત (Surat) માં કોરોના (Corona Virus) ના કારણે સ્થિતિ કથળી રહી છે. સતત વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી સુરત ડેપો આવતી તમામ એસટી બસો (ST Bus) બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. કોરોના સંક્રમણ ને પગલે આ નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 10 દિવસ સુધી સુરતની તમામ એસટી બસોનું સંચાલન બંધ રહેશે. હાલ મુસાફરો કામરેજ ચોકડી સુધીની એસટી બસ પકડીને સુરત નજીક પહોંચી શકશે. આ નિર્ણય એસટી અને ખાનગી તમામ બસો માટે કરવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ તથા ખાનગી બસ સેવાનું સંચાલન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. આવતીકાલે 27 જુલાઈથી 10 દિવસ માટે બસ સંચાલન સ્થગિત કરાયું છે. આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube