અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરથી પેટા ચૂંટણી યોજાવાની છે. જો કે, ગઈકાલે ભાજપે 8 વિધાનસભા પૈકી 7 વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી તેમના 8 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, અબડાસા, ધારી અને ગઢળા બેઠકના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક


કચ્છની અબડાસા બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીમાંથી અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણીને ટિકિટ મળી શકે છે. અબડાસા બેઠક પર કોંગ્રેસમાંથી પ્રદ્યુમસિંહ જાડેજાના રાજીનામા બાદ શાંતિલાલ સંઘાણીનું નામ સામે આવ્યું હતું, પરંતુ પાર્ટીમાં તેમની સામે વિરોધ હતો. જો કે, હાઈકમાન્ડે તેમના પર પસંદગી ઉતારી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો:- ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા


અમરેલીની ધારી વિધાનસભા બેઠકની વાત કરીએ તો ધારી બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઈ શકે છે. જો કે, ધારી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાનું નામ ફાઈનલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેશભાઈ કોટડીયા પૂર્વ મંત્રી સ્વ. મનુભાઈ કોટડીયાના પુત્ર છે. સ્વ. મનુભાઈ કોટડીયા 4 વખત ધારાસભ્ય અને એક વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.


આ પણ વાંચો:- કોરોના કાળમાં પૌરાણિક દામોદર કુંડ ચૂનરી મનોરથના ઘરે બેઠા બેઠા કરો દર્શન


વડોદરાની કરજણ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો કરજણ બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામને લઇ ચર્ચાઓ ચાલી રહી છે. કરજણ બેઠક પર કિરીટસિંહ જાડેતા અથવા ધર્મેશ પટેલનું નામ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રસ નેતા સિદ્ધાર્થ પટેલને પણ ટિકિટ મળી શકે છે. ત્યારે પાર્ટી કાર્યકર્તાઓમાં ઉમેદવારના નામને લઇ ઉત્સુકતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો:- ભાજપે પેટાચૂંટણીમાં 7 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં, જુઓ કોને મળી ટિકિટ


વલસાડની કપરાડા વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો, કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને ટક્કર આપવા માટે કોંગ્રેસમાં મુરતિયાની શોધ ચાલી રહી છે. જો કે, કોંગ્રેસમાંથી ટિકિટની દાવેદારી માટે માજી ધારાસભ્ય બરજુલ પટેલના પુત્ર વસંત પટેલ તેમજ ધોડિયા પટેલ સમાજમાંથી આગેવાન હરેશ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ભાજપમાંથી આયાત થયેલા બાબુ વરથાનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ માટે કપરાડાની બેઠક માથાનો દુખાવો બની હોય તેવું જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો:- કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી રૂપિયા


આ ઉપરાંત, ગઢળા બેઠક પર મોહનભાઈ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે અને પાર્ટીમાંથી મોહનભાઈ સોલંકી ટિકિટ મળશે તેવું જાણવા મળી રહ્યું છે. લીંબડી વિધાનસભા બેઠક પર સંભવિત ઉમેદવાર તરીકે ચેતન ખાચરનું નામ સામે આવ્યું છે. તો બીજી તરફ મોરબી બેઠક પરથી પણ સંભવિત ઉમેદવાર તરીકે જયંતીભાઈ જે પટેલનું નામ સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, લીંબડી અને મોરબી બેઠક પર સંભવિત ઉમેદવારોને ટિકિટ મળે છે કે, પાર્ટી દ્વારા તેમના નામની જગ્યાએ અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube