કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી રૂપિયા

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી રૂપિયા
  • ઈમરાન ખેડાવાલાએ લોકોને આ ફેક એકાઉન્ટમાં કોઈ પણ વ્યવહાર ન કરવા અપીલ કરી.
  •  સાયબર ક્રાઈમના અધિકારીઓને જાણ કરી એકાઉન્ટ બંધ કરાવ્યું હતું

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનવવામાં આવ્યું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran khedawala) એ આ વિશે માહિતી આપી કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમનુ ફેક એકાઉન્ટ બનવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટના માધ્યમથી લોકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ફેક એકાઉન્ટ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોઁધાવવાના છે. ઈમરાન ખેડાવાલાએ લોકોને આ ફેક એકાઉન્ટમાં કોઈ પણ વ્યવહાર ન કરવા અપીલ કરી છે. 

આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર

ખેડાવાલાના ધ્યાને આ બાબત આવતા તાત્કાલિક તેઓએ આ મામલે તેમના પોતાના સાચા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી લોકોને માહિતગાર કર્યા હતા. સાયબર ક્રાઈમના અધિકારીઓને જાણ કરી એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. 

ઈમરાન ખેડાવાલાએ ખુલાસો કર્યો
પોતાના ફેક એકાઉન્ટ મામલે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, નમસ્કાર મારા નામની અહીં દર્શાવેલ લિંકની ફેક ફેસબુક ID કોઈક અસમાજીક તત્વ દ્વારા બનાવવામાં આવ્યું છે. https://www.facebook.com/profile.php?id=100047115314060 
આ કોઈ અસામાજિક તત્વએ પૈસા ઠગવા માટે બનાવ્યું છે. જે paytm મારફતે પૈસાની માંગણી કરે છે. તો આપ સૌને હું જાણ કરવા માંગુ છુ કે આ ID ફેક છે. આપ કોઈનાથી પણ કોઈ પણ પ્રકારની રૂપિયાની માંગણી કરે તો આપ એને કોઈ પણ પ્રકારની વાતોમાં આવતા નહિ અને પૈસા આપતા નહિ. આ ID બનાવટી છે અને આ સંદર્ભે હું આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાનો છુ. 

જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવવાના છે. ઈમરાન ખેડાવાલાએ લોકોને આ ફેક એકાઉન્ટમાં કોઈ પણ વ્યવહાર ના કરવા અપીલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ફેસબુક એકાઉન્ટના માધ્યમથી રૂપિયા પડાવવા માટે ઠગ ટોળકી સક્રિય થઈ છે. નિવૃત્ત IPS ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અરવલ્લી SP સંજય ખરાત સહિતના અધિકારીઓના પણ આવી રીતે જ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી અને મેસેજ કરી પૈસા માંગવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news