ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે તેની 8 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના પાંચ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. જો કે, ત્રણ બેઠક પર કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ બે બેઠક પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પેટા ચૂંટણી: જાણો સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠકનું ગણિત


કોંગ્રેસે કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ભાઈ ચોધરી સામે બાબુ વરઠાને ઉતાર્યા છે. જ્યારે ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલની સામે સૂર્યકાંત ગાવિતને પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે, કોંગ્રેસ પાર્ટી હજુ પણ એક બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં મૂંઝવણમાં જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો:- લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, કિરીટસિંહ રાણાને ઉમેદવાર જાહેર કર્યાં


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ પર નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ નામો નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા લાંબુ મંથન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોડી સાંજે પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે એક બેઠક પર હજી પણ કોકડું ગુંચવાયેલું રહ્યું છે. લીંબડી બેઠક પર હજી સુધી ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવી નથી. આ બેઠક પર જાતીય સમીકરણ અને એક કરતા વધારે પ્રબળ દાવેદાર હોવાના કારણે અહીં નામ પર હજી સુધી કોંગ્રેસ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકી નથી.


કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી...


  • અબડાસા બેઠક પરથી ડોક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી

  • મોરબી બેઠક પરથી જયંતીલાલ જયરાજભાઇ પટેલ

  • ધારી બેઠક પરથી સુરેશ કોટડીયા

  • ગઢડા (એસ.સી બેઠક) પરથી મોહનભાઇ સોલંકી

  • કરણજણ બેઠક પરથી કિરિટ સિંહ જાડેજા

  • કપરાડા બેઠક પરથી બાબુ વરઠા

  • ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિતના નામની જાહેરાત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube