રક્ષિત પંડ્યા, રાજકોટ : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા CAA અને NRC કાયદો લાગવામાં આવ્યો છે ત્યારે એક તરફ દેશમાં ઘણી જગ્યાએ CAA અને NRCનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભાજપ દ્વારા CAA અને NRCના સમર્થનમાં પતંગનું વિતરણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં મુખ્ય સર્કલ ખાતે આજ રોજ 51,000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ પતંગો આવતીકાલે રાજકોટના આકાશમાં મકરસંક્રાંતિના પર્વ પર ઊડતી જોવા મળશે. લોકો કેન્દ્ર સરકારના આ કાયદાના સમર્થનમાં પતંગ ઉડાવી તહેવારની ઉજવણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસ્કારી નગરીમાં કાળો ધંધો, દૂધના પાર્લરમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો


નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિપક્ષના જવાબમાં ભાજપ આ કાયદાને લઈને દેશભરમાં જન જાગરણ અભિયાન શરૂ કર્યુ છે. ભાજપ કાર્યકર્તા અને નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે માહિતી આપી રહ્યા છે. ખુદ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં ઘરે ઘરે સંપર્ક કરીને અભિયાનની શરૂઆત કરાવી હતી.


ISI ના કાવતરાનો ખુલાસો, દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી: સૂત્ર


કેન્દ્રના ગૃહ ખાતાએ કરેલી ઔપચારિક જાહેરાત મુજબ અનેક હિંસક વિરોધ વચ્ચે પણ 10 જાન્યુઆરીથી નાગરિકતા અંગેનો નવો કાયદો (CAA) દેશભરમાં લાગુ પડાયો હતો. આ કાયદા મુજબ પાકિસ્તાન, બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આરંભ થશે. ગૃહ ખાતાએ આ બાબતની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા ધારો 2019ની કલમ એકની પેટા કલમ બે અન્વયે મળેલી સત્તાના આધારે હવે સંબંધિત શરણાર્થીઓ (પાકિસ્તાન, બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ લોકો)ને  ભારતીય નાગરિકત્વ આપવાનો આરંભ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક