સંસ્કારી નગરીમાં કાળો ધંધો, દૂધના પાર્લરમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો
ગુજરાત રાજ્યમાં દારુબંધી હોવા છતાં વિવિધ શહેરોમાંથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ વખતે ઉત્તરાયણના તહેવારના એક દિવસ અગાઉ વડોદરા શહેરમાંથી દારુનો જથ્થો પકડાયો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા : ગુજરાત રાજ્યમાં દારુબંધી હોવા છતાં વિવિધ શહેરોમાંથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ વખતે ઉત્તરાયણના તહેવારના એક દિવસ અગાઉ વડોદરા શહેરમાંથી દારુ (Liquor)નો જથ્થો પકડાયો છે. કોઈને ખબર નહીં પડે એ રીતે દૂધ પાર્લરના ગોડાઉનમાં ચોકલેટના ખોખામાં વિદેશી દારુની બોટલોનો જથ્થો પેક કરીને છૂપાવવામાં આવ્યો હતો જે પકડાઈ ગયો છે. વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે દૂધના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર જામી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દૂધની દુકાનમાં દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ બાતમીના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ પાડી દૂધના ગોડાઉનમાંથી ચોકલેટના બોક્સમાંથી 62,200 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ગોડાઉનમાંથી સુપરવાઈઝરની રણજીતસિંહ ગોહિલ અને કર્મચારી રાજેશ પીપરોતરની ધરપકડ કરી છે. ગયા વર્ષે પણ રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ધાબા પર દારુની પાર્ટી કરનારા નબીરાઓને પોલીસે પકડ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી.
દૂધના ગોડાઉનની બહાર બોક્સમાં બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા છે જેથી દારૂની મેહફિલ થઈ હોવાની પણ શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચે દૂધના ગોડાઉનમાંથી દારૂની 117 બોટલ અને બિયરની 48 બોટલ જપ્ત કરી છે પણ ગોડાઉનના માલિક પરેશભાઈ પરમાર સામે કોઈ જ કાર્યવાહી નથી કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે