ISI ના કાવતરાનો ખુલાસો, દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી: સૂત્ર
દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી 2 ફરાર થયેલા આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હે પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટર બ આદ ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક સાથીને ગુજરાત પોલીસે ધરપકડ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી 2 ફરાર થયેલા આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હે પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટર બ આદ ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક સાથીને ગુજરાત પોલીસે ધરપકડ કર્યો હતો, જેને ટ્રાંજિડ રિમાંડ પર લઇને આવેલી દિલ્હી પોલીસ જ્યારે તેમની સાથે પૂછપરછ શરૂ કરી તો તમિલ ભાષી હોવાના લીધે શરૂઆતમાં તો કેટલીક સ્માસ્યાઓ આવી પરંતુ ટ્રાંસલેટરની મદદથી પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે વિદેશમાં બેઠેલા હેન્ડલરે તેમને 26 જાન્યુઆરી પહેલાં કંઇક મોટું કરવાના નિર્દેશ આપ્યા હતા, જેમાં લોન વુલ્ફ એટેક પણ સામેલ હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ISI ઇચ્છે છે કે ભારતના જ રહેવાસી કેટલાક રેડિક્લાઇઝ છોકરા ભારતમાં જોઇ આતંકવાદી ઘટનાને અંજામ આપે છે તો બધો આરોપ ISIS પર લાગશે, સ્પેશિયલ સેલના એસીપી લલિત મોહન નેગીએ જ્યારે ચારેય આતંકવાદી સાથે પૂછપરછ કરી તો તમિલ ભાષી હોવાના લીધે થોડી સમસ્યા આવી પરંતુ ચારેયના નિવેદન બાદ અને ટેક્નિકલ સર્વિલાન્સ પાસેથી સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે વિદેશમાં બેઠેલા આ હેન્ડલર કોઇ બીજા નહી પરંતુ પાકિસ્તાનથી આતંકવાદી ફેક્ટરી ચલાવી રહેલો ISI નો એક અધિકારી છે, જેને ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું રચ્યું છે.
સ્પેશિયલ સેલને મળેલી આ જાણકારી બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ફરાર તે બે આતંકવાદીઓને શોધવામાં લાગી ગઇ છે જે હજુ સુધી ફરાર છે કારણ કે સ્પેશિયલ સેલને મળેલા ઇનપુટ અનુસાર આ લોકો 26 જાન્યુઆરી પહેલાં લોનવુલ્ફ એટેકના રૂપમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જોકે આ છ આતંકવાદીઓની કોઇ મોટી ઘટનાને અંજાપ આપવાના ટ્રેન્ડને જોઇને પોલીસને લાગે છે કે આ લોકો ના ફક્ત RSSના નેતા અને કોઇ પોલીના મોટા અધિકારી પર ગોળી ચલાવ્યા બાદ સ્ટેબ ઇંઝરી કરી શકે છે. સૂત્રોના અનુસાર ISIS ના નામ પર આતંકવાદી હુમલો કરાવવા પાછળ કોઇ બીજા નહી પરંતુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ છે. સોમવારે સ્પેશિયલ સેલ ચારો આતંકવાદીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લગાવવામાં આવ્યા અને આતંકવાદીઓને આ કાવતરાને ઉઘાડું પાડી દીધું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે