રાજીવ મોદીને મોજેમોજ : દુષ્કર્મનો કેસ છતાં પોલીસ સ્ટેશનમાંથી માનપાન મળ્યું, જાણે કંઈ થયુ જ નથી
Cadila CMD Rajiv Modi : બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી સામે હાજર થયા... પોલીસે નિવેદન નોંધ્યું... પોલીસ સમક્ષ કહ્યું- અમે એકલા મળ્યા નથી, હું કાયમ બે હાથ જોડીને યુવતીને મળતો
Rajiv Modi Sexual Harassments Case : બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના CMD રાજીવ મોદી ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા હતા. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેના બાદ સોલા પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. પરંતુ સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદીને લઈને અલગ માહોલ જોવા મળ્યો હતો. પોલીસ સમક્ષ કહ્યું કે, અમે એકલા મળ્યા નથી, હું કાયમ બે હાથ જોડીને યુવતીને મળતો
એક તરફ બલ્ગેરિયન યુવતીને પોલીસ સામે આવવાનો પણ ડર લાગી રહ્યો છે, તો બીજી તરફ તેણે જેની સામે ફરિયાદ કરી છે તે રાજીવ મોદી બિન્દાસ્ત પોલીસ સ્ટેશનમાં ફરતા જોવા મળ્યા. બલ્ગેરિયન યુવતીની ફરિયાદ લેવા પણ પોલીસે ગલ્લાતલ્લા કર્યા હતા. પોલીસના ડરથી બલ્ગેરિયન યુવતી હાલ ક્યાંક સલામત સ્થળે છુપાઈ ગઈ છે. પરંતુ બીજી તરફ વિદેશ ભાગી ગયેલા રાજીવ મોદીની પોલીસ સ્ટેશનમાં સરભરા કરવામાં આવી રહી છે.
જો કોઈ વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ હોય તો પોલીસ સ્ટેશનમાં કડક વલણ અપનાવાય છે. સામાન્ય માણસો હોય તો તેને જેલભેગો કરાય છે, પરંતુ રાજીવ મોદીના કેસમાં પહેલા પુરાવા શોધવામાં આવી રહ્યાં છે. અહી સ્પષ્ટ દેખાય છે કે સોલા પોલીસ રાજીવ મોદીને આ ગુનામાં છાવરી રહી છે. બિઝનેસમેન હોવાથી પોલીસ તેને બચાવી રહી છે. રાજીવ મોદીનુ માત્ર સ્ટેટમેન્ટ નોંધીને તેને જવા દેવાયા. એ પણ માનભેર વિદાય અપાઈ.
વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, ચરોતરના મોટલ માલિકને અમેરિકન યુવકે ગોળી મારી
પરંતુ અહી તો રાજીવ મોદીની પોલીસ સ્ટેશનમાં સરભરા કરવામાં આવી હતી. ધરપકડ કરવાને બદલે માનભેર વિદાય આપવામાં આવી હતી. રાજીવ મોદી સાથે જે રીતે વર્તન કરાયું તેનાથી ફરી અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ પેદા થયા છે. પોલીસના આવા અલગ અલગ રૂપ અને વલણ કેમ.
યુવતીને પોલીસનો ડર
કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. ડરના માર્યે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જોકે, બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તે પહેલા બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ UKમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે.
સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ
પોલીસે ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.