PORN જોઈને કોર્ટના જજની વિચિત્ર માગણીઓ, પત્નીની આપવીતીએ દર્શાવી જજની SEX લીલા
લોકોને ન્યાય આપતા જજ (Judge) વિરુદ્ધ જ પત્નિ એ ગંભીર આક્ષેપો સાથે પોલીસ (Police) ફરિયાદ નોંધાવી છે. જેમાં જજ (Judge)ની સાથે સાસરિયા વિરુદ્ધ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરીયાદી પરણિત મહિલાએ આક્ષેપ કર્યા છે કે માસિક ધર્મમાં હોવા છતા પતિ પોર્ન મુવીમાં દેખાડાયેલા આસનો અનુસાર સેક્સ કરવા માટે મજબુર કરતો હતો. સેક્સ આસનો કરાવતો હતો જજ (Judge) પતિ. જે અંગે મહિલા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ : લોકોને ન્યાય આપતા જજ (Judge) વિરુદ્ધ જ પત્નિ એ ગંભીર આક્ષેપો સાથે પોલીસ (Police) ફરિયાદ નોંધાવી છે. જેમાં જજ (Judge)ની સાથે સાસરિયા વિરુદ્ધ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરીયાદી પરણિત મહિલાએ આક્ષેપ કર્યા છે કે માસિક ધર્મમાં હોવા છતા પતિ પોર્ન મુવીમાં દેખાડાયેલા આસનો અનુસાર સેક્સ કરવા માટે મજબુર કરતો હતો. સેક્સ આસનો કરાવતો હતો જજ (Judge) પતિ. જે અંગે મહિલા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
1 માર્ચથી શરૂ થનારૂ બજેટ સત્ર લવજેહાદ-કૃષિ કાયદા મુદ્દે તોફાની રહેશે
અમદાવાદ શહેરના મહિલા પોલીસ (Police) સ્ટેશનમાં એક 35 વર્ષીય મહિલાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ પરણિતાનો પતિ રાજકોટ ખાતે જેએમએફસી જજ (Judge) છે. આ યુવતીએ તેના પતિ ઉપર આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન (Honeymoon) માટે ગયા ત્યારે તે યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે શારીરિક સુખ માણ્યું હતું. આટલું જ નહીં આ યુવતીને તેના પતિએ માર મારતાં ગળામાં ઈજાઓ થઇ હોવા છતા પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો કે, માસિક ધર્મ દરમ્યાન પણ પતિ શરીર સંબંધ બાંધવા માટે મજબુર કરતો હતો. જેથી ઘણાં વર્ષોથી ત્રાસ ગુજારનાર પતિ સામે યુવતીએ તમામ આક્ષેપોની સાથે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે (Police) તપાસ શરૂ કરી છે.
સંગીતના સૂરોથી ઉગે છે શાકભાજી, રાજકોટના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ
શહેરના મણિનગર પૂર્વમાં રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં એક યુવક સાથે થયા હતાં. લગ્ન બાદ આ યુવતી પતિ સાથે હનીમૂન (Honeymoon) ટૂરમાં ગઇ હતી. આ દરમિયાન આ યુવતી માસિક ધર્મમાં હોવા છતાં તેના પતિએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો (Physical relations) યુવતીની મરજી વિના બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી યુવતીને ગુપ્ત ભાગમાં ઇન્ફેક્શન થયુ હતું. જેની 6 મહિના સુધી સારવાર ચાલી હતી. સારવાર માટે જ્યારે ડોક્ટર પાસે આ યુવતી તેના પતિ સાથે ગઇ હતી ત્યારે ડોક્ટરે થોડો સમય શરીર સંબંધ ન બાંધવા જણાવ્યું હતું. છતાંય તેનો પતિ તેની સાથે શરીર સુખની માંગણી કરતો અને યુવતી મનાઇ કરે તો આખી રાત તેની સાથે ઝઘડો કરતો.
આદિવાસી બેલ્ટમાં ભાજપને ફટકો, ઝઘડિયાના 200 થી વધુ કાર્યકર્તા બીટીપીમાં જોડાયા
વર્ષ 2010માં આ યુવતી ગર્ભવતી થઇ હતી ત્યારે ડોક્ટરે આ યુવતીના પેટમાં બે બાળકો હોવાથી શરીર સંબંધ બાંધવાની ના પાડી હોવા છતા પતિ મજબુર કરતો હતો. ઉપરાંત યુવતીના પતિએ પોતાના હોદ્દાની રૂએ ઇન્ફોસિટી પોલીસ (Police) સ્ટેશન ભાઈ અને પિતા વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરાવી હતી. તેના પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કેસ પણ ફાઇલ કર્યો હોવાથી તેની નોટિસ મળતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે (Police) વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube