1 માર્ચથી શરૂ થનારૂ બજેટ સત્ર લવજેહાદ-કૃષિ કાયદા મુદ્દે તોફાની રહેશે
Trending Photos
અમદાવાદ : આગામી 1 માર્ચથી ગુજરાતમાં વિધાનસભા (Legislative Assembly in Gujarat)નું બજેટ સત્ર (Budget session) શરૂ થશે. સંભવન 24 દિવસ સુધી ચાલનારા બજેટ સત્ર (Budget session)માં લવ જેહાદ સહિત અનેક સુધારા વિધેયકો ગૃહમાં રજુ કરવામાં આવશે. જો કે આ બજેટ સત્ર (Budget session) બંન્ને પક્ષે તોફાની બનવાની શક્યતા છે. તો બીજી તરફ રાજ્ય સરકારનાં અલગ અલગ વિભાગ ઉપરાંત નાણા વિભાગમાં બજેટ લક્ષી કામગીરીની આખરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે સત્રનાં પ્રથમ દિવસે જ રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવર્ત (Acharya Devvrat) ગૃહનું સંબોધન કરશે ત્યાર બાદ રાજ્યનાં બે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલ (Keshubhai Patel) અને સ્વ. માધવસિંહ સોલંકીને (Madhosinh solanki) ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.
રાજ્યપાલા સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે. જ્યારે અંદાજપત્રની સામાન્ય ચર્ચા 5 દિવસ સુધી ચાલશે. તો બીજી તરફ અંદાજપત્રની માંગણીઓ પર 12 દિવસ ચર્ચા માટે ફાળવવામાં આવી હોવાનો અહેવાલ છે. જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા વિધાનસભાગૃહમાં ધાંધલ ધમાલ થવાની શક્યતાઓ છે. રાજ્ય સરકાર લવ જેહાદ સહિતના અન્ય સુધારા વિધેયક રજુ કરશે. તો બજેટ સત્ર (Budget session)માં કેગનો ઓડિટ અહેવાલ પણ રજુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી 1 માર્ચતી શરૂ થશે ત્યાર આ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે લવ જેહાદ, કેન્દ્રીય કૃષી બિલ સહિતનાં અનેક બિલ મુદ્દે ગૃહમાં ચર્ચા થશે. આ સત્રમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવાનાં કારણે સત્ર ખુબ જ વિવાદાસ્પદ રહેશે. જેમાં ભારે હોબાળો વિપક્ષ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે આ સત્ર ખુબ જ તોફાની રહે તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે