ગોધરા: કેનેડા (Canada) નો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ કોરોનાકાળ (Coronavirus) માં વતનની વ્હારે આવ્યો છે. વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વીસ લાખ કિંમતનો ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) અને ચાર ઓક્સિજન કોન્સટ્રેટર ગોધરા (Godhra) તાલુકાના ટીંબા રોડ (Timba Road) સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાન કરવામાં આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે ઓકસીજન પ્લાન્ટ (Oxygen Plant) નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેઓએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પ્રથમ એવી સંસ્થા છે. જે રાજ્યમાં ૨૯ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના  કરશે.

મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષે નહીં થાય ઉજવણી


ઉલ્લેખનીય છેકે જીલ્લામાં પ્રથમ એવા ટીંબા રોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયેલા આ ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) થી એક મિનિટમાં ૧૬૭ LPM માત્રામાં ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે એક સાથે ૨૦ થી ૨૫  દર્દીઓને અવિરત ઓક્સિજન આપી શકાશે. આમ આવનારા સમયમાં જરૂર પડ્યે આ પ્લાન્ટ અહીં સારવાર માટે આવનારા દર્દીઓ માટે સંજીવની સમો બની રહેશે.


હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેમાં પણ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન (Oxygen) ની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ હતી. આ તમામ સંજોગોને ધ્યાનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા પણ સેવાકીય પ્રવૃત્તિનો ભાગ બની જનતા અને સરકાર માટે મદદરૂપ બની છે. આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ ૨૯ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ દાન કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.

મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ ઇન્જેકશન છે ‘લાઇફસેવિંગ'


આ કાર્યના ભાગરૂપે ગોધરા તાલુકાના ટીમ્બા રોડ ગામના મૂળ વતની અને હાલ કેનેડા સ્થાયી થયેલા રાજુભાઇ શાહ સહિત અનેક વૈષ્ણવ બંધુઓ અને પીએમવીએસના સક્રિય કાર્યકર્તાઓએ પોતાના વતનમાં ઓક્સિજન પ્લાટ અને કોન્સ્ટ્રેટરનું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી દાન કર્યુ છે.


જેનો લોકાર્પણ કાર્યક્રમ વૈષ્ણવાચાર્ય  પૂ.પા. ગો ૧૦૮ વ્રજરાજ કુમારજી મહોદયની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ,જિલ્લા કલકેટર અમિત અરોરા, જીલ્લા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ અને વૈષ્ણવબધું ઉપસ્થિત રહ્યા હતા. 

એક પ્રેરણાત્મક પગલું: સુરતી યુવાનોએ આ રીતે જન્મદિન અને મેરેજ એનિવર્સરીને બનાવી યાદગાર


આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ ઉપસ્થિતિઓને સંબોધતા જણાવ્યું હતું કે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પહેલી અને એકમાત્ર એવી સંસ્થા છે જે એક જ રાજ્યમાં ૨૯ ઓક્સિજન પ્લાટનું નાંખવા  જઈ રહ્યું છે. વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના મહામારીમાં કરેલી  કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે અમારૂ તો દાયિત્વ એટલું જ છે કે સરકારને અમે સહયોગ આપીએ જયારે જયારે જરૂર પડે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન મદદ માટે તૈયાર છે.


સરકારે શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોવર્ધન ઉપાડ્યો હતો જેમાં હજારો ગોવાળીયાએ લાકડીનો ટેકો આપ્યો હતો. એમ સરકાર હાલ કોરોના કાળમાં જનતાના રક્ષણ માટે ગોવર્ધન પર્વત ઊંચક્યો છે. જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એક લાકડીનો ટેકો આપી સુર પુરાવા જઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube