મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષે નહીં થાય ઉજવણી

કોરોનાની બીજી લહેર (Secondwave) માં લોકોને ખૂબ હાલાકી પડી હતી અને તેના કારણે સરકાર સામે રોષ પણ છે. તેવા સંજોગોમાં  30 મે એ સેવાકીય કાર્યો થકી લોકો સુધી પહોંચવા માટે આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષે નહીં થાય ઉજવણી

બ્રિજેશ દોશી, અમદાવાદ: વર્ષ 2015 થી દર વર્ષે ભાજપ (BJP) દ્વારા કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી નિર્ણયો અને યોજનાઓ સાથે ઉજવણીના આયોજનો થતા હતા. પરંતુ આ વખતે આ પ્રકારની કોઈ પણ ઉજવણી નહીં કરવામાં આવે. કોરોનાની બીજી લહેર (Secondwave) ના કારણે આ વખતે ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા છે. આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડ્ડા (JP Nadda) એ પહેલા જ તમામ રાજ્ય એકમોને પત્ર લખીને જાણ કરી હતી. તો સાથે કયા પ્રકારના સેવાકીય આયોજનો કરવા તે અંગે વીડિયો કોંફરન્સ યોજીને માર્ગદર્શન આપેલું. 

ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ તમામ હોદેદારો, સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુલ બેઠક કરીને આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પોતાના સંબોધનમાં આ અંગેનો રોડમેપ આપ્યો હતો. સમગ્ર દેશમાં ભાજપ દર વર્ષે મોદી સરકારની કામગીરીને લઈને લોકો વચ્ચે જવાના કાર્યક્રમો કરે છે પણ આ વખતે આ પ્રકારના કોઈ કાર્યક્રમો નહીં. તેના બદલે 30 મે એ સેવાકીય કાર્યો કરવા માટે સુચના આપી છે. વર્ચ્યુઅલ બેઠકમાં ભાજપ અધ્યક્ષ પાટીલે તમામ લોકોને સેવાકીય કાર્યોમાં જોડાવા સુચના આપી છે. 

કોરોનાની બીજી લહેર (Secondwave) માં લોકોને ખૂબ હાલાકી પડી હતી અને તેના કારણે સરકાર સામે રોષ પણ છે. તેવા સંજોગોમાં  30 મે એ સેવાકીય કાર્યો થકી લોકો સુધી પહોંચવા માટે આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બ્લડ ડોનેશન કેમ્પ, માસ્ક- સેનેટાઈઝર વિતરણ સહિત કોરોનાલક્ષી સેવાકીય પ્રવુત્તિઓના આયોજનો માટે ભાજપ પ્રમુખે નિર્દેશ કર્યો. કોરોનાની બીજી લહેર માં લોકોને થયેલી મુશ્કેલીઓ બાદ સીધી રીતે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.  

સંગઠનના કાર્યક્રમોનું આયોજન કરવા તમામ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓને ભાજપ અધ્યક્ષ સુચના આપી છે તો સાથે જ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તેની પણ તકેદારી રાખવા ટકોર કરી હતી. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ લઈને ભાજપ (BJP) દ્વારા તમામ રાજ્યોમાં મોદી સરકારના વાર્ષિક આયોજન કરવામાં આવતા હતા પણ આ વખતે તેનાથી અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

ગત વર્ષે લોકડાઉન (Lockdown) ના કારણે કોરોના લક્ષી કામગીરી કરવામાં આવી હતી તે જ રીતે આ વખતે તેના કરતા અલગ સ્વરૂપમાં આયોજન કરવામાં આવશે.  પ્રદેશ અધ્યક્ષ દ્વારા તો સૂચનાઓ આપવામાં આવી છે પણ આ સુચનાઓનો જમીન પર કેટલો અમલ થશે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news