• પંચમહાલના એક યુવકે પોલીસ ફરિયાદ કરી કે, ભૂતોના એક ગ્રૂપે તેનો પીછો કર્યો. બે ભૂતોએ તેને પકડી લીધો હતો, પરંતુ તે માંડ જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો


ઝી મીડિયા/બ્યૂરો :પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકમાં એક અજીબોગરીબ અરજી આવી છે. જોટવડ ગામના યુવકે પોલીસ મથકે જઈ પોતાને ભૂતે મારી નાખવાની ધમકી આપતાં હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ આપતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જો કે પોલીસે અરજી લીધા બાદ યુવકના સ્વજનો સાથે વાત કરતા યુવક માનસિક અસ્થિર હોવાનું બહાર આવ્યું છે. વરસન બલુભાઈ બારિયા નામના યુવકને એવો ભ્રમ થયો હતો કે ભૂત તેને મારી નાખશે. તેમણે પોલીસ ફરિયાદ કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે અરજી લઈ તપાસ કરી હતી. જે બાદ તેમનું પરિવારજનોની હાજરીમાં કાઉન્સેલિંગ કરી ઘરે મોકલવામાં આવ્યા. યુવાનના આવા વ્યવહારથી તેમના માતા-પિતા ચિંતિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આ શહેરમાં દેખાયો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, ગુજરાતમાં ત્રીજો કેસ આવતા તંત્ર દોડ્યું


35 વર્ષીય વરસન બારિયા નામનો આ યુવક જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહે છે. તેણે પોલીસ ફરિયાદ કરી કે, ભૂતોના એક ગ્રૂપે તેનો પીછો કર્યો. બે ભૂતોએ તેને પકડી લીધો હતો, પરંતુ તે માંડ જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 


ખેતીમાં કામ કરતા ભૂત દેખાયું 
યુવકે કહ્યું કે તે બહુ જ ડરી ગયો હતો. તેને ભૂતોથી બચાવી લેવામાં આવે. તેણે પોલીસમાં કહ્યું કે, તેને ભૂતથી બચાવી લેવામાં આવે. તેણે પોલીસને કહ્યુ કે, તેની સંતુષ્ટિ માટે તેની ફરિયાદ લેવામાં આવે. પોલીસે જણાવ્યું કે, ખેતરમાં કામ કરતા સમયે ભૂતોએ તેને પકડી લીધો. 


આ પણ વાંચો : ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા 


પોલીસે ફરિયાદ લીધી
પીએસઆઈ મયંકસિંહ ઠાકોરે જણાવ્યુ કે, રવિવારે તેઓ પાવાગઢમાં ડ્યુટી પર હતા. ત્યારે વ્યક્તિ પોલીસ સ્ટેશન આવ્યો હતો. તે બહુ જ ડરેલો હતો. એ અસામાન્ય વ્યવહાર કરી રહ્યો હતો. તેને શાંત અને નોર્મલ કરવા માટે તેની લેખિત ફરિયાદ લેવામાં આવી હતી.  



ત્યાર બાદ પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારે આવીને જણાવ્યુ કે, યુવક માનસિક રોગનો દર્દી છે. જોકે, તેણે ગત 10 દિવસોથી પોતાની દવા લીધી નથી. પોલીસે ફરિયાદ લઈને યુવકને ઘરે મોકલ્યો હતો.