ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા

ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા
  • ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું
  • ધોરણ 10 ના પરિણામમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો
  • ગઈકાલે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે છે 

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં માસ પ્રમોશન (mass promotion) ની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ (SSC result) જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ (GSEB) પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે તે રીતે આયોજન કરાયુ હતું. હાલ વિદ્યાર્થીઓ આ પરિણામને જોઈ શકે તેમન નથી, માત્ર શાળા માટે જ આ પરિણામ છે. ધોરણ 10 ના પરિણામમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો છે. 

કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો 

  • 17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
  • 57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો 
  • 1,00,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો 
  • 1,50,432 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
  • 1,85,266 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
  • 1,72,253 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો 
  • 1,73,732 વિદ્યાર્થીઓને D ગ્રેડ એટલે કે ગ્રેસિંગ માર્ક મળ્યા

ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે. ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ (Gujarat Board SSC result) જોઈ શકશે. શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ જોઈ શકશે. 

પરિણામની ખાસ માહિતી 

  • પાસ થનારાઓમાં 4 લાખ 90 હજાર 482 વિદ્યાર્થીઓ અને 3 લાખ 66 હજાર 722 વિદ્યાર્થિનીઓ સામેલ
  • સંસ્કૃત વિષયમાં સૌથી વધુ 35036 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા છે
  • 17186 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે બોર્ડમાં ટોપરમાં સ્થાન મેળવ્યું
  • સામાજિક વિજ્ઞાનમાં 27913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે
  • સૌથી વધુ 1,85,266 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા
  • 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા
  • ગણિતમાં 26809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અને વિજ્ઞાનમાં 20865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો 
  • રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 2 હજાર 991 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો 
  • રાજકોટના 2 હજાર 56 વિદ્યાર્થીઓને, અમદાવાદ ગ્રામ્યના 1,158 અને શહેરના 881 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news