અંબાલાલ પટેલની આ આગાહી તો સાચી ઠરી! ભારે વરસાદ બાદ આ જિલ્લામાં મહિલાઓ ત્રાહીમામ, જાણો કેમ?
પાટણ શહેરમાં વરસાદ બાદ કાળી ઇયળો નો ઉપદ્રવ સામે આવ્યો છૅ. શહેરના ખાલકશા પીર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળી ઇયળો લોકોના ઘરોમાં તેમજ દીવાલો પર ઢગે ઢગ ખડકાઇ જવા પામી છૅ.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ શહેરમાં ચોમાસાના વરસાદને લઇ સોસાયટી વિસ્તારોમાં ઇયળો ઉપદ્રવ જોવા મળી રહ્યો છૅ. જેને લઇ મહિલાઓ ભારે પરેશાની ભોગવી રહી છૅ. મોટી સંખ્યામાં ઈયળો ઘરમાં તેમજ દીવાલો પર જોવા મળતા સ્થાનિક લોકો સામે મોટો ખતરો ઉભો થવા પામ્યો છૅ.
તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ
પાટણ શહેરમાં વરસાદ બાદ કાળી ઇયળો નો ઉપદ્રવ સામે આવ્યો છૅ. શહેરના ખાલકશા પીર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળી ઇયળો લોકોના ઘરોમાં તેમજ દીવાલો પર ઢગે ઢગ ખડકાઇ જવા પામી છૅ. છેલ્લા 20થી 25 દિવસથી ઇયળોએ લોકોની મુશ્કેલી માં વધારો કર્યો છૅ. ઘર, દીવાલો, ઓસરીમાં મોટી સંખ્યામાં રોજે રોજ ઢગે ઢગ ખડકાયેલ હોઈ મહિલાઓ ઈયળોને બહાર કાઢવા માટે દિવસ ભર સાવરણી અને સુપડી લઇ ત્રાસી જવા પામી છૅ.
ઓહ તારી! કોન્સ્ટેબલે PI બનીને કર્યો લાખોનો તોડ,સુરતની આ ઘટના જાણી તમારું માથું ભમશે!
ઘરમાં નાના બાળકો હોય તો તેની સામે પણ ખતરો ઉભો થવા પામ્યો છૅ, ત્યારે સ્થાનિક લોકોની માંગ છૅ કે આ ઇયળોનો નિકાલ કરવા પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છટકાવ કરે તે તાતી જરૂરિયાત છૅ. હાલ તો મહિલાઓ ઇયળોના ઢગ સુપડીમાં ભરી પાણીમાં નાખી તેનો નિકાલ કરવાનાં પ્રયત્ન હાથ ધર્યા છૅ. તો દિવસ દરમ્યાન મહિલાઓને ઘર કામ છોડી ઇયળોના નિકાલ પાછળ લાગી જવું પડ્યું છૅ.
કોંગ્રેસના મોટા નેતાઓની આ લાલ ડાયરીનું નામ સાંભળતા જ બોલતી બંધ થઈ જાય છે- PM મોદી
કાતરા પાડવાની શક્યતા
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું હતું કે, ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડશે અને પડ્યો પણ ખરો! આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી હતી. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદ બાદ કાતરા પાડવાની શક્યતા દર્શાવી હતી. જે સાચી ઠરી છે.
Good News! ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા 2000 રૂપિયા, તમને મળ્યા કે નહીં?