તેજશ મોદી/ સુરત: સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ (Takshashila Arcade) પાસે કારમાં એક 32 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા (Youth Murder) કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ (Surat Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં (Surat) ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ (Takshashila Arcade) પાસે 32 વર્ષીય સિદ્ધાર્થ રાવ નામનો વ્યક્તિ જીજે 05 જે.એમ 9316 નંબરની કાર લઈને આવ્યો હતો. જેને કારમાં જ અજાણ્યા ઈસમો ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


આ પણ વાંચો:- કોરોના કોઈનો સગો થયો નથી અને થવાનો પણ નથી.. તાપીમાં લગ્નપ્રસંગે ભેગી થયેલી હજારોની આ ભીડ કેવી રીતે એકઠી થઈ?


જાહેરમાં બનેલી હત્યાની (Murder) આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ (Surat Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ મામલે આસપાસ લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરવામાં આવ્યા હતા. અને આરોપીઓ કોણ હતા અને યુવકની હત્યા (Youth Murder) શા માટે કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, અડધી રાત્રે RPF જવાનો પાટા પર શોધવા દોડ્યા


ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતમાં હત્યાના ( Surat Murder) બે બનાવો સામે આવ્યા હતા. જેમાં કતારગામમાં લોજિંગ ચલાવતી આધેડ મહિલાની 300 રૂપિયાની લેતીદેતીમાં સાથે જ રહેતા યુવકે હત્યા (Youth Murder) કરી હતી. જયારે લાલગેટ વિસ્તારમાં વધારે વ્યાજ માંગતા વ્યાજખોરની હત્યા કરવામાં આવી હતી. જો કે આ બને ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પરંતુ દિવસે ને દિવસે વધતા જતા હત્યાના બનાવોને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube