ઝી મીડિયા/બ્યૂરો :આજે ગૌરવંતા ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે. 1 મે 1960 ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યોની સ્થાપના થઈ હતી. ગુજરાત એક અનોખું અને અદ્વિતીય તથા બેજોડ રાજ્ય છે. ગુજરાત એ જ રાજ્ય છે, જ્યાંથી જ દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પણ જનમ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ અહીં જ જન્મ થયો. એટલુ જ નહીં, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો હોવાં જોઈએ તેની ચળવળના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગુજરાતી અને તેનો વિરોધ કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી હતા. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિતશાહ પણ ગુજરાતી છે. તો વિશ્વના સૌથી 20 ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતાં મૂકેશ અંબાણી અને અદાણી પણ ગુજરાતી છે. ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતના રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે. આજે વિશ્વનો એવો કોઈ દેશ નહીં હોય જ્યાં તમને ગુજરાતીઓ ન મળે. ગુજરાતીઓએ ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું કર્યું છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આજે ખમીરવંતા ગુજરાતીઓ જ્યાં પણ વસ્યા છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિની ધબકતી રાખી છે. વિશ્વના લોકો પણ આજે ગુજરાતી ગરબાને તાલે ઝૂમે છે. તો વેપાર ઉદ્યોગમાં ગુજરાતીઓનો કોઈ વિકલ્પ નથી. વેપાર-ધંધામાં પણ ગુજરાતીઓએ પોતાની આવડતથી કાંઠુ કાઢ્યું છે. એવા સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસના ખૂબ ખૂબ અભિનંદન... 


આ પણ વાંચો : અમદાવાદના આ 2 કેફેની બહાર પીઝાની જેમ વેચાતુ હતું ડ્રગ્સ, નબીરાઓને ટાર્ગેટ બનાવાતા


આજે પાટણમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી
આજે ગૌરવંતા ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસની ઉજવણી ઐતિહાસિક નગરી પાટણમાં થવાની છે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, અશ્વ શો, પોલીસ શસ્ત્રોનું પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના તમામ મંત્રીઓ અને સચિવો ઉપસ્થિત રહેવાના છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી સવારે 10 વાગ્યે પાટણ હેલિપેડ પર પહોંચશે અને ત્યાંથી રિજીયોનલ સાયન્સ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચશે. મુખ્યમંત્રી પાટણ જિલ્લામાં 330 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. જ્યારે 110 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.


આ પણ વાંચો :


મળવા જેવા મહિલા... 3000 લોકોને મફતમાં હેરકટ કર્યાં, કહે છે-તેમના આશીર્વાદ મારા માટે રિવોર્ડ છે


નારાજ નેતા અને નવા નેતા વિશે ભરતસિંહે કરી દિલ ખોલીને વાત, જાણો શુ કહ્યું...