કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે ગુજરાતના આ 9 જિલ્લાને રાખ્યા રેડ ઝોનમાં
કેન્દ્ર સરકાર લૉકડાઉનના બીજા તબક્કા બાદ જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ નથી તે જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ કરીને ત્યાં છૂટછાટ આપી શકે છે.
અમદાવાદઃ દેશભરમાં 3 મેએ લૉકડાઉન પાર્ટ-2 સમાપ્ત થઈ રહ્યું છે. બધાના મનમાં એક સવાલ છે કે શું લૉકડાઉન ખુલશે કે નહીં? આ માટે કેન્દ્ર સરકાર દરેક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોના આધારે રાજ્યમાં આવેલા તમામ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ભાગ પાડી રહી છે. રેડ ઝોન એટલે કે જ્યાં કોરોનાનો સૌથી વધુ ખતરો છે. તો ગ્રીન ઝોનને સેફ માનવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે.
3 મે બાદ ગ્રીન ઝોનમાં મળી શકે છે છૂટછાટ
કેન્દ્ર સરકાર લૉકડાઉનના બીજા તબક્કા બાદ જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ નથી તે જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ કરીને ત્યાં છૂટછાટ આપી શકે છે. તો જ્યાં કેસ વધારે છે તે રેડ ઝોનમાં છૂટછાટ મળવાની શક્યતા જણાવી નથી.
રેડ ઝોન :
અમદાવાદ
, સુરત,
વડોદરા
, આણંદ
, બનાસકાંઠા
, પંચમહાલ
, ભાવનગર
, ગાંધીનગર
, અરવલ્લી
ઓરેન્જ ઝોન :
રાજકોટ
, ભરૂચ, બોટાદ, નર્મદા
, છોટા ઉદેપુર
, મહીસાગર, મહેસાણા
, પાટણ
, ખેડા
, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી
, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર
ગ્રીન ઝોન :
મોરબી
, અમરેલી
, પોરબંદર
, જૂનાગઢ, દ્વારકા
ગુજરાતની જિલ્લાવાર સ્થિતિ
રેડ ઝોન : 9 જિલ્લા
ઓરેન્જ ઝોન : 19 જિલ્લા
ગ્રીન ઝોન : 5 જિલ્લા
દેશમાં જિલ્લાવાર સ્થિતિ
રેડ ઝોન : 130 જિલ્લા
ઓરેન્જ ઝોન : 284 જિલ્લા
ગ્રીન ઝોન : 319 જિલ્લા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર