અમદાવાદીઓને રાહત : ટેક્સમાં મળી 100 ટકા વ્યાજમાફી, 45 દિવસનો છે સમય
Ahmedabad Municipal Corporation: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેમને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવશે.
સપના શર્મા, અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સ ધારકોને મોટી રાહત આપી છે. જે લોકોને ટેક્સ ભરવાનો બાકી હોય તેને અમદાવાદ કોર્પોરેશન 100 ટકા વ્યાજમાંથી માફી આપશે. આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2001-02 ટેક્સમાં 100 ટકા વ્યાજ માફી આપવામાં આવી હતી. હવે કોર્પોરેશનના આ નિર્ણયથી અમદાવાદમાં રહેતા લાખો લોકોને રાહત મળવાની છે.
અમદાવાદ મહાનગર પાલિકાએ કરી જાહેરાત
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેમને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવશે. એટલે કે જે લોકોએ ટેક્સની રકમ ભરી નથી અને વ્યાજ સાથે આ રકમમાં વધારો થઈ ગયો છે તો તેવા લોકોને રાહત મળશે. આ લોકોએ હવે ખાલી ટેક્સના પૈસા ભરવા પડશે. અમદાવાદ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં 3 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે. ટેક્સ ઉપર વ્યાજનો હિસાબ કરવામાં આવે તો 1300 કરોડ રૂપિયાનું વ્યાજ બાકી છે.
આ પણ વાંચોઃ હાથમાં દંડા સાથે બજરંગદળના કાર્યકર્તાઓએ ગાર્ડનમાં બેઠેલા પ્રેમીયુગલોને ભગાડ્યાં
45 દિવસ સુધી મળશે લાભ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યાજ માફીની જાહેરાત 45 દિવસ સુધી લાગૂ રહેશે. આ સ્કીમ આવતીકાલ એટલે કે બુધવાર (15 ફેબ્રુઆરી) થી લાગૂ કરાશે. આ સ્કીમ લાગૂ થયાના 45 દિવસ સુધીમાં જે લોકોનો ટેક્સ બાકી છે અને તે ચુકવણી કરશે તો તેણે વ્યાજના પૈસા ભરવા પડશે નહીં.
ટેક્સ ન ભરનારાઓ સામે AMCની લાલ આંખ
તો બીજીતરફ ટેક્સ ન ભરનાર સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. ટેક્સ ન ભરનારા 2358 એકમોને છેલ્લા એક સપ્તાહમાં સીલ કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં સૌથી વધુ 577 એકમોને સીલ કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન અમદાવાદ કોર્પોરેશને 16333 એકમોને સીલ કર્યાં છે. અમદાવાદ કોર્પોરેશને દરેક ઝોનને ટેક્સ ન ભરનારા એકમો સામે કાર્યવાહી કરવાનો ટાર્ગેટ આપ્યો છે.
આ પણ વાંચોઃ હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રા નિકળશે
એક વર્ષ દરમિયાન આટલા એકમો સીલ કરવામાં આવ્યા
મધ્ય ઝોન 2195,
ઉત્તર ઝોન 1635,
દક્ષિણ ઝોન 1968
પૂર્વ ઝોન 2648
પશ્ચિમ ઝોન 1740
ઉત્તર પશ્ચિમ ઝોન 2054
દક્ષિણ પશ્ચિમ ઝોન 1368
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube