જય શ્રી રામના નારા, હાથમાં દંડા, બજરંગદળના કાર્યકર્તાઓએ ગાર્ડનમાં બેઠેલા પ્રેમીયુગલોને ભગાડ્યાં

બજરંગ દળના કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ગાંધીનગરમાં આવેલા એક ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના કાર્યકરોએ પ્રેમીયુગલોને ભગાડ્યાં હતા. 

જય શ્રી રામના નારા, હાથમાં દંડા, બજરંગદળના કાર્યકર્તાઓએ ગાર્ડનમાં બેઠેલા પ્રેમીયુગલોને ભગાડ્યાં

ગાંધીનગરઃ આજે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે. આજના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવી છે. પરંતુ બજરંગદળના કાર્યકર્તાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો છે. ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને પહોંચ્યા હતા અને પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

ગાર્ડનમાં પહોંચી કર્યો વિરોધ
બજરંગ દળ વેલેન્ટાઈન ડેના વિરોધ માટે જાણીતું છે. તે દર વર્ષે આવી રીતે વિરોધ કરતું રહે છે. આજે ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકરો હાથમાં દંડા લઈને પહોંચ્યા હતા. તેમણે જય શ્રી રામના નારા લગાવી પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. કેટલાક લોકો બજરંગદળના કાર્યકરોથી ડરી ગયા હતા. લોકો ગાર્ડનમાંથી ભાગ્યા હતા. બજરંગ દળના કાર્યકરો હાથમાં દંડો લઈને પાછળ દોડ્યા હતા. 

બજરંગદળના કાર્યકરો સમગ્ર ગાર્ડનમાં ફરી ચુક્યા હતા. એક સાથે મોટી સંખ્યામાં દંડા સાથે પહોંચેલા બજરંગદળના કાર્યકરોને જોઈને કેટલાક પ્રેમી યુગલો ભાગી છૂટ્યા હતા. બજરંગદળના કાર્યકરોએ પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો આપી હતી. બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી પ્રેમી યુગલોને ભગાવી રહ્યાં છે. 

દર વર્ષે કરે છે વિરોધ
બજરંગદળ વેલેન્ટાઈન ડેને પશ્ચિમી દેશનો તહેવાર ગણાવે છે. તે લોકોને તેની ઉજવણી ન કરવાની ચેતવણી આપી છે. તો દર વર્ષે આવી રીતે અલગ-અલગ ગાર્ડનમાં વિરોધ કરવા પહોંચી જતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news