archaeological experiential museum : ઉત્તર ગુજરાતનું નગર વડનગર શહેર સાત કાળનું સાક્ષી રહ્યું છે. અહીં ખોદકામ દરમિયાન મળેલ પુરાતન કાળના અવશેષો સતત મળતા રહે છે. વડનગર એ ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે. વડનગરનો ઇતિહાસ 2800 વર્ષ જુનો છે અને તેના પુરાવા પણ મળ્યા છે. આજ કારણે અહીં વડનગરના વારસાને ઉજાગર કરવા વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષો મૂકવામાં આવશે. પરંતું તાજેતરમાં જ વડનગરમાંથી 2800 વર્ષ જૂના નગરના જે અવશેષો મળ્યા હતા, તેમાં 11 કંકાલ પણ સામેલ હતા. આ કંકાલનું ચોંકાવનારુ રહસ્ય ખૂલ્યું છે. પાંચ કંકાલમાં એક કંકાલ ગુજરાતથી 1800 કિમી દૂર તઝાકિસ્તાનના એક નાગરિકનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં દટાયેલી હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોએ અહીં મોટાપાયે ખોદકામ કર્યુ હતું. જેમાં અહીં 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે. એટલે કે, તે ઈસુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલાનું હતું. 


ભૂક્કા કાઢતી ગરમી વચ્ચે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આજે વરસાદનું છે એલર્ટ


હાલ આ વસાહત અંગે શોધ ચાલી રહી છે. ત્યારે વડનગરમાં દબાયેલા હજારો વર્ષો જૂનો ઈતિહાસ માટીમાંથી બહાર આવી રહ્યો છે. આ અવશેષોમાં 11 માનવ કંકાલ મળી આવ્યા હતા. જેના પર હાલ આર્કિયોલોજિકલ વિભાગ સરવે કરી રહ્યો છે. ત્યારે આ કંકાલમાંથી એક કંકાલનો ચોંકાવનારો સ્ટડી થયો છે. આ તમામ કંકાલો 150 થી 600 વર્ષ જુના છે તે વડનગરના શર્મિષ્ઠા તળાવના ખોદકામમાં મળી આવ્યાં હતા. 


એએસઆઈના એક સિનિયર અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, એક કંકાલ તઝાકિસ્તાનના નાગરિકનું છે. તઝાકિસ્તાન ગુજરાતથી હજારો કિલોમીટર દૂર આવેલો દેશ છે. ત્યારે 2800 વર્ષ પહેલા તઝાકિસ્તાનનો નાગરિક અહી કેમ આવ્યો હશે અને તેનું શું કનેક્શન હશે. પરંતું તઝાકિસ્તાનનો આ નાગરિક વડનગરમાં મોતને ભેટ્યો હશે તે વાત આ કંકાલ સાબિત કરે છે. 


રિપોર્ટ કાર્ડ ! મૂંગા રહેશો તો રીપિટ થશો, ભાજપના એક્ટિવ તમામ સાંસદો ઘરભેગા


ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, "ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે." અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. "અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે. 


વડનગરમાં બની રહ્યું છે એશિયાનુ સૌથી મોટું મ્યૂઝિયમ
વડનગર ખાતે હવે દુનિયાની સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ આકાર લઇ રહ્યું છે. જે એશિયાનું પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. અહીંયા આવીને પર્યટકો 2800 વર્ષ પેહલા માનવી કેવુ જીવન જીવતા તેનો લાઈવ અહેસાસ કરી શકશે. આ મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. અહીં વડનગરમાંથી ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષોને આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ મ્યૂઝિયમમાં સાત કાળના જુદા જુદા પૌરાણિક અવશેષોને અલગ અલગ ફ્લોર પર અલગ રાખવામાં આવશે. સાત કાળ વાઇસ સાત વિશેષ ફ્લોર તૈયાર કરવામાં આવશે. વડનગરના વારસાને ઉજાગર કરવા વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષો મૂકવામાં આવશે. વડનગર સાત કાળનું સાક્ષી રહ્યું છે. કહેવાય છે કે, સાત વાર વડનગર તૂટ્યું છે અને ફરી ઊભું થયું છે, ત્યારે આ મ્યુઝિયમ બનતા પર્યટકો વડનગરના પૌરાણિક વારસાને નિહાળી શકશે. દેશ-વિદેશથી લોકો વડનગરની મુલાકાતે આવશે. 


ચૂંટણી પંચનું મોટું એક્શન : ગુજરાતમાં ફરી એકવાર બદલીના આદેશ આપ્યા, 2 SP ઝપટે ચડ્યા