ભૂક્કા કાઢતી ગરમી વચ્ચે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આજે વરસાદનું છે એલર્ટ

Weather Update : ભરઉનાળે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠાની શક્યતા.... દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી.... ખેડૂતોની મુશ્કેલીમાં થઈ શકે છે મોટો વધારો....

ભૂક્કા કાઢતી ગરમી વચ્ચે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આજે વરસાદનું છે એલર્ટ

Gujarat Weather Forecast : ગુજરાતનુ વાતાવરણ સતત મિજાજ બદલાતું રહે છે. ક્યારે ગરમી આવે, ક્યારે ઠંડી આવે અને ક્યારે વરસાદ આવે કંઈ કહેવાય નહિ. ત્યારે હવે ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે વરસાદની આગાહી આવી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી છએ. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. 

ક્યાં ક્યાં વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે. 

રાજકોટમાં સૌથી વધુ ગરમી 
ગુજરાતની ધરતી હાલ આગ ઓકી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ હિટવેવની આગાહી છે. આજે રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન સાથે સર્વોચ્ચ તાપમાન નોંધાયું છે. બપોરના સમયે બહાર ન નીકળવા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. ગરમીમાંથી રાહત મેળવતા અમૃતપીણું શેરડીના રસના ચિચોડા શરૂ થયા છે. ગઈકાલે 40 ડિગ્રી કરતા વધુ તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ બન્યું હતું. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 40 ડિગ્રી કરતા વધુ તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ બન્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news