અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ, રોડ પર પટકાતા ઇજાઓ પહોંચી
શહેરમાં હવે ધીમે ધીમે ગુનાખોરીનો દોર પુર્વવત્ત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નજીવી બાબતમાં મારા મારી, હત્યા, ચોરી અને ચેન સ્નેચિંગના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે ઇસમો ફરાર થઇ ગયા છે.
અમદાવાદ : શહેરમાં હવે ધીમે ધીમે ગુનાખોરીનો દોર પુર્વવત્ત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નજીવી બાબતમાં મારા મારી, હત્યા, ચોરી અને ચેન સ્નેચિંગના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે ઇસમો ફરાર થઇ ગયા છે.
ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10થી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક એક્ટિવા લઇને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેક્ષટાઇલ પાસેથી પોલી સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા. સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઇ ગયા હતા.
પોલીસ કમિશ્નર તરીકે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો, કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી
ફરિયાદી એક્ટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાના ભાગે સામાન્ય ઇજા પણ થઇ હતી. જો કે પોલીસનું જ ચેઇન સ્નેચિંગ થતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચેઇન સ્નેચરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર