ઝી બ્યુરો/પંચમહાલ: ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિમાં સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પાવાગઢ મંદિર ખુલ્લું રહેશે. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપલેટા: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો પુત્ર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને અપાયો અંજામ


માઈભક્તો માટે મળતી માહિતી અનુસાર, પાવાગઢ ખાતે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 06 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિના 16 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.


મહેસાણાના શિક્ષકને નોકરી કરતા ફરવામાં વધુ રસ, એક મહિનો નોકરી કરે ને વિદેશ ફરવા ઉપડી


પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. અહીંથી ભક્તો પોતાના રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.


શશિ કપૂરે ધાર્મિક ફિલ્મમાં આપ્યા હતા અત્યંત બોલ્ડ સીન્સ, કોર્ટમાં પહોંચ્યો હતો મામલો


જાણો શું છે ચૈત્રી નવરાત્રિનું મહત્વ?
ચૈત્રી નવરાત્રિ એ શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુમાં ઉજવવામાં આવે છે. તેને ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર માસમાં આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. 


ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વિના ભરી શકાય છે Credit Card નું બિલ, જાણો RBI નો શું છે નિયમ


માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે.