ગુજરાતમાં આંખ ઉઘાડનારી ઘટના: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો પુત્ર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને અપાયો અંજામ

જૂનાગઢ અને ઉપલેટાના ત્રણ અપહરણ કર્તાઓ જુગારમાં હારી ગયેલ પુત્રના રૂપિયાની ઉઘરાણી બાબતે પિતાને ફોન કરીને ઉપલેટાના કોલકી રોડ પર આવેલ પશુદવાખાના પાસે બોલાવીને કાળા કલરની કારમાં ઉઠાવી ગયા હતા

ગુજરાતમાં આંખ ઉઘાડનારી ઘટના: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો પુત્ર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને અપાયો અંજામ

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા ઓનલાઈન જુગારનું નેટવર્ક ચલાવતા જુગારીયાઓએ પિતાનું અપહરણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે...

વાત કરીએ ઉપલેટાના ત્રાંબડીયા ચોક પાસેની આદર્શ શેરીના વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા રતિભાઈ જીવણભાઈ માણાવદરીયા નામના પટેલનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. પુત્ર કેવિન ઓનલાઈન જુગારમાં રૂપિયા 5 લાખ હારી જતા જુગારમાં હારેલ પુત્ર પાસેના રૂપિયાની ઉઘરાણીમાં પિતાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. 

જૂનાગઢ અને ઉપલેટાના ત્રણ અપહરણ કર્તાઓ જુગારમાં હારી ગયેલ પુત્રના રૂપિયાની ઉઘરાણી બાબતે પિતાને ફોન કરીને ઉપલેટાના કોલકી રોડ પર આવેલ પશુદવાખાના પાસે બોલાવીને કાળા કલરની કારમાં ઉઠાવી ગયા હતા અને જેતપુર તરફ કાર હંકારી મૂકી હતી. બાદમાં તેમને ગાળાગાળી કરી માર મારીને પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી તાલુકાના સુપેડી ગામે હોટલ પાસે છોડી મૂકવામાં આવતા અપહરણનો ભોગ બનેલ રતિભાઈ માણાવદરીયાએ ઉપલેટા પોલીસમાં ઉપલેટાના ભૌતિક કમલેશભાઈ ભારાઈ, જૂનાગઢનો વિવેક અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. 

જેમને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઓનલાઈન જુગારના નેટવર્કમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સાથે જ બેફામ બનેલ અપહરણ કર્તાઓએ પોલીસને પણ પડકાર ફેંક્યો છેત્યારે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

રાજકોટ જિલ્લામાં ઘણા શહેરો અને ગામોમાં યંત્રના નામે ચાલતા ઓનલાઈન જુગારના હાટડા હજુ પોલીસ બંધ કરાવી શકી નથી. ત્યાંજ અપહરણના આ બનાવમાં વધુ એક ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ થવા પામ્યો છે. આ સાથે જ અપહરણ કર્તાએ જુગારના નાણાની પઠાણી ઉઘરાણીને લઈને ઓડીયો ક્લિપ સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news