નવરાત્રિ પૂર્ણ થતાં સોમવારથી અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર
નવરાત્રિ પૂર્ણ થતાં અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાઃ નવરાત્રિ પૂર્ણ થતાં અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ ભક્તોને દર્શનમાં સગવડતા રહે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિરમાં સવારે આરતીનો સમય 7.30 કલાકથી 8 કલાક સુધી કરવામાં આવ્યો છે. તો સવારે 8 કલાકથી 11.30 કલાક સુધી ભક્તો માતાના દર્શન કરી શકશે.
જાણો દર્શનનો સમય
સવારે આરતી- 7.30થી 8 કલાક સુધી
સવારે દર્શન 8 કલાકથી 11.30 કલાક સુધી
દર્શન બપોરે- 12.30થી 4.15 કલાક સુધી
સાંજે આરતી- 6.30થી 7 કલાક સુધી
સાંજે દર્શન- 7 કલાકથી 9 કલાક સુધી
અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન
મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય
શ્રી આરાસુરી અંબાતી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક અખબારી યાદી જાહેર કરીને કહ્યું કે, તારીખ 26 ઓક્ટોબર એટલે કે આસો સુદ એકાદશીથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવરાત્રિ દરમિયાન આ હતો દર્શનનો સમય
નવરાત્રિ દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11.30, બપોરે 12.30 થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.
દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે.
આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube