Chartered Accountant Day: સુરતના CA નું અનોખું અભિયાન, સમય કાઢીને કરે છે આ કામ
બાલકૃષ્ણ અગ્રવાલ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને શહેરીજનોને કોરોનાથી મુક્ત કરવા માટે શાંતન્મ કોવિડ વેકસીનેશન સેન્ટરની શરૂઆત પોતાના ટીમ સાથે કરી છે.
ચેતન પટેલ, સુરત: આજે ચાર્ટડ એકાઉન્ટન્ટ ડે (Chartered Accountant Day) છે અને આમ તો સીએ આંકડાઓની માયાજાળથી લોકોને અવગત રાખતા હોય છે. પરંતુ સુરત (Surat) ના એક સીએ (CA) એ 105 દિવસમાં 500, 1000 કે 5000 નહિ પરંતુ 31000થી વધુ સુરત (Surat) ના લોકોને વેકસીનેટ કર્યા છે. સીએ (CA) બાલકૃષ્ણ અગ્રવાલ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને શહેરીજનોને કોરોનાથી મુક્ત કરવા માટે શાંતન્મ કોવિડ વેકસીનેશન સેન્ટરની શરૂઆત પોતાના ટીમ સાથે કરી છે. અને આવનાર દિવસોમાં એક લાખ લોકોને વેકસીનેટ કરવાનો ટાર્ગેટ તેઓએ રાખ્યો છે.
સુરત (Surat) ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બાલકૃષ્ણ અગ્રવાલને લોકો હાલના દિવસોમાં બેલેન્સશીટ માટે સંપર્ક રહ્યા નથી. પરંતુ તેમના એક ખાસ અભિયાન માટે સંપર્ક કરતા થયા છે. કારણ કે તેઓ માર્ચ મહિનાથી દેશના ખાસ વેક્સિનેશન (Vaccination) મહા અભિયાનમાં જોડાયા છે. શહેરમાં વેક્સિનેશન (Vaccination) ને લઇ ભ્રામક પ્રચાર અને અફવાઓથી દૂર કરવા માટે તેઓએ વેક્સીનેશન (Vaccination) સેન્ટરની શરૂઆત કરી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો વેકસીનેટ થયા છે અને ત્રીજી લહેર પહેલા તેઓ એક લાખથી વધુ લોકોને વેકસીનેટ કરી શકે એવો ટાર્ગેટ રાખ્યો છે.
Do You Know: આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, એક કિલોની કિંમતમાં આવશે 20 ગ્રામ સોનું!
સુરત (Surat) એક ઔદ્યોગિક શહેર છે અને અહીંના સીએ (CA) ક્યારેય પણ નવરાશની પળો માણી શકતા નથી. ત્યારે સમાજના લોકો માટે એક ખાસ અભિયાન શરૂ કરવાના વિચાર સીએ બાલકૃષ્ણ અગ્રવાલને આવ્યો અને આ માટે તેઓએ પોતાના વ્યસ્ત શિડ્યુલ માંથી પણ સમય કાઢ્યો અને ખાસ ટીમની રચના કરી. જેમાં આજે 50 થી વધુ લોકો કાર્યરત છે.
સીએ બાલકૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી વેક્સિનેશન (Vaccination) અભિયાનની શરૂઆત થઇ હતી. ત્યારે લોકો અનેક ભયથી વેકસીનેટ થતા નહોતા. તે સમયે સિનિયર સિટીઝનને વેક્સિનેશન (Vaccination) અભિયાન સાથે જોડવામાં આવ્યા હતા. પરંતુ અનેક ભ્રામક વિચારોના કારણે લોકો વેકસીનેટ થવા માટે ભયભીત થતા હતા.
ZOOM Online મીટિંગમાં ભાષા નહી બને અડચણ, કોઇપણ ભાષામાં બોલો, આપમેળે કરી દેશે ટ્રાંસલેટ
આ પરિસ્થિતિને જોઈ વેક્સીનેશન (Vaccination) સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો અને અમે વેસુ વિસ્તારમાં શાંતન્મ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 105 દિવસમાં અમે 31 હજારથી વધુ લોકોને વેકસીનેટ કર્યા છે. વધુમાં વધુ લોકો વેકસીનેટ થાય અને લોકોમાં વેક્સિન (Vaccination) નો ભય દૂર થાય આ માટે અમે આ અભિયાન હાથ ધર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube