Do You Know: આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, એક કિલોની કિંમતમાં આવશે 20 ગ્રામ સોનું!

આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું,  જેની કિંમત વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ શાકભાજીની કિંમતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આટલામાં તમે સોનાના ઘરેણા ખરીદી શકો છો. 

Trending Photos

Do You Know: આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, એક કિલોની કિંમતમાં આવશે 20 ગ્રામ સોનું!

નવી દિલ્હી: સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર મોંઘવારીએ જોરદાર માર મારી છે. હમણાં હમણાં જરૂરી સેવાઓ અને સામાનથી માંડીને ખાદ્ય પદાર્થોના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ફળ, શાકભાજી અને ઓઇલ (Oil) ના ભાવએ સામાન્ય વ્યક્તિનું બજેટ (Budget) બગાડી દીધું છે. ત્યારે આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું,  જેની કિંમત વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ શાકભાજીની કિંમતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આટલામાં તમે સોનાના ઘરેણા ખરીદી શકો છો. 

એક કિલો શાકભાજીની કિંમતમાં આવી શકે આટલું સોનું
આજે અમે અહીં જે શાકભાજી (vegetable) ની વાત કરી રહ્યા છીએ, તેનું નામ છે હોપ શૂટ્સ. હોપ શૂટ્સ કોઇ સામાન્ય શાકભાજી (vegetable) નથી. જે બીજી શાકભાજી (vegetable) ઓની માફક શાક માર્કેટ અને અન્ય બજારમાં મળશે નહી. તેને ફક્ત ખાસ ઓર્ડરથી મંગાવી શકાય છે. બજારમાં એક કિલો હોપ શૂટ્સ (Hop shoots) ની કિંમત 80 હજાર રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધી છે. જી હાં, એક હોપ શૂટ્સ (Hop shoots) ની કિંમતમાં તમે 15 થી 20 ગ્રામ સોનાની જ્વેલરી ખરીદી શકો છો. એટલું જ નહી, એક કિલો હોપ શૂટ્સની કિંમતમાં તમે એક નવી મોટરસાઇકલ પણ ઘરે લાવી શકો છો. 

બીયર બનાવવામાં થાય છે ઉપયોગ
કેટલાક રિપોર્ટ્સ અનુસાર તેની હાલની કિંમત ઘણા વર્ષોથી આટલી જ છે. આ દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. તેની અલગ-અલગ કિંમત, તેની ક્વોલિટી પર નિર્ભર કરે છે. આ શાકભાજીનો ઉપયોગ બિયર બનાવવામાં માટે કરવામાં આવે છે. હોપ શૂટ્સ (Hop shoots) એક એકદમ દુર્લભ શાકભાજી છે, જેને અલગ-અલગ ભાગનો અલગ-અલગ ઉપયોગ થાય છે. હોપ શૂટ્સ (Hop shoots) ને ફૂલોને હોપ કોન્સ કહે છે અને બીયર બનાવવામાં તે ફૂલોનો ઉપયોગ થાય છે. તો બીજી તરફ આ શાકભાજીની ડાળીઓને ઘણી અલગ-અલગ રીતે ભોજનમાં લેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news