અમદાવાદ : ગોઘરાના નદીસર ગામે ફાયનાન્સ ક઼પનીમાંથી લોન અપાવવાની લાલચ આપીને લોન પાસ કરાવવા પેટે પાંચ હજાર રૂ લેખે 19 મહિલાઓ પાસેથી 95 હજાર ખંખેરીને ભેજાબાજ ફરાર થઇ ગયો હતો. નદીસરની મહિલાએ કાંકણપુર પોલીસ મથકમાં ભેજાબાજ વિરુદ્ઘ ફરીયાદ નોઘાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના અનુસંઘાને ભેજાબાજની ગણતરીના કલાકોમાં જ ઘરપકડ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BRTS માથે માછલા ધોતા નાગરિકો આ વીડિયો એકવાર જરૂર જુએ


ગોઘરા તાલુકાના નદીસર ગામે રહેતી વિનાબેન લક્ષ્મણભાઇ પરમાર સખી મંડળ તથા અન્ય ખાનગી ફાયનાન્સ કંપનીઓમાંથી લોન અપાવવા માટે પોતાના ઘરે મીટીંગો રાખતી હતી. વીસેક દિવસ અગાઉ વિનાબેનના ઘરે દાહોદના ફતેપુરાનો રાજેશભાઇ જગાભાઇ કટારાએ પોતે જીવન સાઘના ફાયનાન્સ કંપનીમાંથી આવું છું. અમારી કંપની ઓછા વ્યાજથી લોન આપે છે. સખી મંડળની એક સભ્યને ૧.૪૦ લાખની લોન અપાવવાની વાત કરી હતી. જેથી વીનાબેને પોતાના ઘરે ગામની મહિલાઓને એકત્ર કરી 13 નવેમ્બરના રોજ મીટીંગ રાખી હતી. 


કોંગ્રેસ પણ હવે ભાજપની જેમ સભ્ય નોંધણી કાર્યક્રમ ચાલુ કરશે, આ રીતે બનશે ટીમ


ઝી 24 કલાકનુ સ્ટીંગ ઓપરેશન, યુવાઓ માટે ગુજરાત સરકારની સ્વાવલંબન યોજના બની ‘ધક્કા યોજના’ 


મીટીંગમાં મહિલાઓ લોન લેવા તૈયાર થઇ પણ રાજેશભાઇએ જીવન સાઘના ફાયનાન્સ કંપનીમાંથી લોન પાસ કરાવવા પેટે વ્યક્તિ દીઠ પાંચ હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. ગામની મહિલાઓ લોન લેવા તેયાર થઇ હતી. 18 નવેમ્બર 2019 ના રોજ વિનાબેનની ઘરે મીટીંગમાં લોન લેવા વિનાબેન સહિત 19 મહિલાઓની લોન મંજુર કરાવવા પાંચ હજાર લેખે 95 હજાર રૂ તથા આઘારકાર્ડ સહિતના દસ્તાવેજો લીઘા હતા. રાજેશ કટારાએ બીજા દિવસે ગોઘરાના સાંપા રોડ ઉપર આવેલ જીવન સાઘના ફાયનાન્સ કંપનીની ઓફિસ પર આવીને લોનના પૈસા લઇ જજો તેમ કહીને નીકળી ગયો હતો. બીજા દિવસે નદીસરની મહિલાઓ લોનના પૈસા લેવા જીવન સાઘના ફાયનાન્સ કંપનીની ઓફિસ જવા સાંપા રોડ ગોઘરા ખાતે જતાં તે સરનામે ફાયનાન્સની ઓફિસ હતી જ નહિ અને મહિલાઓએ રાજેશભાઇના મોબાઇલ નંબર પર સંપર્ક કરતા રાજેશ કટારાએ ફોન ઉઠાવ્યો ન હતો.


કુદરત કરી રહ્યું છે આ પરિવારની કસોટી,9 સંતાનોને સાંકળથી બાંધવા મજબૂર માતાપિતા


 


નદીસરની મહિલાઓને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં કાંકણપુર પોલીસ મથકે રાજેશ કટારા વિરુદ્ઘ ઠગાઇ કરીને 95 હજાર લઇને નાસી ગયો હોવાની ફરીયાદ વિનાબેને નોઘાવી હતી. પોલીસ દ્વારા વિનાબેનની ફરિયાદના આઘારે ભેજાબાજ રાજેશ કટારાની ગણતરીના કલાકોમાં જ ઘરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ભેજાબાજએ હજુ કેટલા વ્યક્તિઓને ઠગ્યા છે તે અંગે વઘુ તપાસ કરવા માટે કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube