કોંગ્રેસ પણ હવે ભાજપની જેમ સભ્ય નોંધણી કાર્યક્રમ ચાલુ કરશે, આ રીતે બનશે ટીમ

ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં એક કરોડ સભ્યો બનાવાના ટાર્ગેટ સાથે સભ્ય નાંધણીની તૈયારીઔ શરૂ કરી.

કોંગ્રેસ પણ હવે ભાજપની જેમ સભ્ય નોંધણી કાર્યક્રમ ચાલુ કરશે, આ રીતે બનશે ટીમ

ગૌરવ પટેલ / અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં એક કરોડ સભ્યો બનાવાના ટાર્ગેટ સાથે સભ્ય નાંધણીની તૈયારીઔ શરૂ કરી. એઆઇસીસી દ્વારા સભ્ય નોંધણીની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત એઆઇસીસીના કે રાજુની હાજરીમાં આજે ગુજરાત કોંગ્રેસના મહત્વની બેઠક મળી હતી. કોર કમટીના સભ્યો તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની હાજરીમાં મળેલી બેઠકમાં રાજ્યમાં 1 કરોડ સક્રીય સભ્ય બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી માટે મીસ કોલ પધ્ધતિ અપનાવી હતી. કોંગ્રેસ ગુજરાતમાં ડીજીટલ સભ્ય નાઁધણી કરશે 28 ડિસેમ્બરથી સભ્ય નોંધણીની શરૂઆત થશે અને તે એપ્રીલ 2020 સુધી ચાલશે. 

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે રાજ્યની જિલ્લા પંચાયતની સીટ તાલુકા પંચાયતની સીટ તથા બુથ કક્ષાએ કોર્ડીનેટરની નિમણુક કરાશે. બુથ કક્ષાના કોર્ડીનેટરે પચાસ પરિવારોની મુલાકાત કરી સભ્યો બનાવવાના રહેશે.  જનમિત્રો જે કોંગ્રેસની વિચારધારાને વરેલા હશે તેવા સભ્યોની નોંધણી કરશે. ડીજીટલ પ્રક્રિયા માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. 

જેમાં પ્રાથમિક માહિતી આપી કોઇ પણ વ્યક્તિ કોંગ્રેસના સભ્ય બની શકશે આખી પ્રક્રિયા પેપર લેસ રહેશે. આ પ્રક્રિયા માટે સભ્યો પાસેથી કોઇ ફી લેવામાં આવશે નહી. મહિલા જનમિત્રો પણ નિયુક્ત કરવામાં આવશે. કેડરબેઝ કાર્યકરને પાર્ટીમાં જોડવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યુ કે મીસકોલ પાર્ટીનો શું હાલ થાય છે એ આપણે પેટા ચુંટણી અને બીજા રાજ્યોમાં જોયા. એટલા માટે કોંગ્રેસની વિચાર સાથે વરેલા અને કોંગ્રેસ સાથે જોડાવા માંગતા લોકોને સભ્ય બનાવવાનાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news