ઝી 24 કલાકનુ સ્ટીંગ ઓપરેશન, યુવાઓ માટે ગુજરાત સરકારની સ્વાવલંબન યોજના બની ‘ધક્કા યોજના’
રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2015-16થી 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અમલમાં મૂકાઈ હતી. વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે તે ઉદ્દેશથી તમામ જિલ્લામાં 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (mukhyamantri yuva swavalamban yojana gujarat) માટે હેલ્પ સેન્ટર શરુ કરાયા છે. ત્યારે એક અહેવાલ જુઓ કે કેવી છે હાલ આ હેલ્પ સેન્ટરની સ્થિતિ, તેમજ અહીં વિદ્યાર્થીઓને મદદને બદલે કેવા પ્રકારના જવાબ મળે છે તે પણ અમારા રિપોર્ટમાં ખુલાસો થયો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2015-16થી 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અમલમાં મૂકાઈ હતી. વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે તે ઉદ્દેશથી તમામ જિલ્લામાં 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (mukhyamantri yuva swavalamban yojana gujarat) માટે હેલ્પ સેન્ટર શરુ કરાયા છે. ત્યારે એક અહેવાલ જુઓ કે કેવી છે હાલ આ હેલ્પ સેન્ટરની સ્થિતિ, તેમજ અહીં વિદ્યાર્થીઓને મદદને બદલે કેવા પ્રકારના જવાબ મળે છે તે પણ અમારા રિપોર્ટમાં ખુલાસો થયો છે.
કુદરત આ પરિવારની લઇ રહ્યું છે કસોટી, સંતાનો સાથે કરવું પડે છે ક્રુર વર્તન... જાણો
'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના કહેવામાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક વર્ષથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે પણ એવી પરિસ્થિતિ છે કે લાખો વિદ્યાર્થીઓને 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અંગે માહિતી ન હોવાથી લાભથી વંચિત રહેવું પડે છે. જે વિદ્યાર્થીઓ યોજનાનો લાભ મેળવવા હેલ્પ સેન્ટરો પર જઈ રહ્યા છે તેમને સંતોષકારક જવાબ ન મળતા આખરે નિરાશા સાંપડી રહી છે. હેલ્પ સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં આવે છે. સર્વર ડાઉન છે, લોગ ઈન આઈડી અને પાસવર્ડ નથી, અધિકારી હાજર નથી, બપોરે 4 વાગે આવજો... આ પ્રકારના જુદા જુદા જવાબો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
શું છે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની ખાસિયત
- આ મહત્વકાંક્ષી યોજનામાં ધોરણ 10 પછી ડિપ્લોમા કરવા માટે વિદ્યાર્થીને સહાય કરવામાં આવે છે
- ધોરણ-12 બાદ ઉચ્ચ અભ્યાસ માટે સરકાર વિદ્યાર્થીઓને મદદ કરે છે
- 80 પરસેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થી યોજનાનો હકદાર છે
- રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને મળે છે લાભ
- યોજનાનો લાભ લેવા વાર્ષિક આવકના પ્રમાણપત્રની જરૂર લાગે છે
- યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) હેઠળ સીધી જમાં કરવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ બેંકમાં ખાતું ખોલાવવાનું રહે છે અને વિદ્યાર્થીઓએ પોતાનો આધાર નંબર ખાતા સાથે લિંક કરાવવાનું રહે છે. હાલમાં લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તે માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તો સાથે જ લાભ લઈ રહેલા વિદ્યાર્થીઓ રીન્યુઅલ માટે હેલ્પ સેન્ટર પર પહોંચી રહ્યા છે.
બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ
પરંતુ આ તમામ દસ્તાવેજ સાથે વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર પર પહોંચે છે, તો પણ અનેક એવા કોલ સેન્ટર કાર્યરત છે કે જ્યાંથી વિદ્યાર્થીઓને નિરાશા મળી રહી છે. તમામ કાર્યરત સેન્ટરની નિગરાની અમદાવાદ સ્થિત KCG સેન્ટર ખાતેથી રાખવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ ફરિયાદ પણ કરી રહ્યા છે કે અનેક સેન્ટરો માત્ર નામ પૂરતા જ ખોલવામાં આવ્યા છે, જ્યાંથી કોઈ પણ પ્રકારની મદદ અથવા યોજનાલક્ષી કાર્યવાહી કરાતી નથી. વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટરમાંથી ઉડાઉ જવાબ અપાય છે અને આખરે વિદ્યાર્થીઓ એક સેન્ટરથી બીજા સેન્ટર પર જવા મજબૂર બને છે. રાજ્યભરમાં તપાસતા જાણવા મળ્યું કે, અનેક જગ્યાએ સ્થિતિ ખરાબ છે.
ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે આવેલા હેલ્પ સેન્ટર ખાતે તપાસ કરતા ત્યાંથી ઉડાઉ જવાબ મળ્યો. માત્ર 11 થી 12 વાગ્યા સુધીમાં જ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવે છે તેવો જવાબ આપવામાં આવ્યો. તેથી અહીં 12 વાગ્યા બાદ આવતા વિદ્યાર્થીને ધક્કા ખાવા પડે છે. તો વડોદરામાં સેન્ટર પર સર્વર ડાઉન હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા હતા. વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટર પર બેસવાનો વારો આવ્યો હતો. તો છોટાઉદેપુરના સેન્ટર પર સ્થિતિ સાવ અલગ જ છે. અહીના વિદ્યાર્થીઓ આવી કોઈ યોજના અને આવું કોઈ હેલ્પ સેન્ટર ચાલે છે તે વિશે તેઓને કોઈ જાણકારી પણ ના હતી. હેલ્પ સેન્ટરનાં સંચાલક પાસે થી જાણવા મળેલી માહિતી મુજબ, છોટાઉદેપુર જીલ્લાનાં એકપણ વિદ્યાર્થીએ આજ દિન સુધી આ યોજનાનો લાભ નથી લીધો. તો દાહોદના ધાનપુર ગામમાં આવેલ આર્ટ્સ કોલેજમાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું સેન્ટર શોભાના ગાંઠિયા સમાન સમગ્ર જિલ્લામાં માત્ર બેજ કોલેજોમાં આ યોજનાના સેન્ટરો આપવામાં આવ્યા છે. આ જિલ્લામાં ફાળવેલ બે સેન્ટરોમાં આજ દિન સુધી એક પણ વિદ્યાર્થી આ સેન્ટરો પર રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા નથી.
ZEE 24 કલાકના અહેવાલની અસર
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે રાજ્યના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 31 જાન્યુઆરી સુધી MYSY યોજનાનો લાભ હવે વિદ્યાર્થીઓને મળી શકશે. હેલ્પ સેન્ટરના ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. અગાઉ 30 નવેમ્બર અંતિમ તારીખ હતી, પરંતુ ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ હતું. હાલ MYSY યોજનાની સમય મર્યાદામાં વધારો કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે