Chhota Udepur: બળવો કરી સત્તા મેળવનારને ભાજપે એવો પાઠ ભણાવ્યો કે...
ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે 18 દિવસમાં જ રાજીનામુ આપી દેતા ફરી છોટાઉદેપુરનું રાજકારણ ગરમાયુ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખે આજે ડીડીઓ અને ટીડીઓને રાજીનામુ આપ્યું છે. ફકત 18 દિવસમાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખના રાજીનામાંથી રાજકારણ ગરમાયુ છે. ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી રાજેશ રાઠવાએ સત્તા મેળવી તો ખરી પરંતુ સત્તા ભોગવી ન શક્યો.
જમીલ પઠાણ/છોટાઉદેપુર : ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે 18 દિવસમાં જ રાજીનામુ આપી દેતા ફરી છોટાઉદેપુરનું રાજકારણ ગરમાયુ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખે આજે ડીડીઓ અને ટીડીઓને રાજીનામુ આપ્યું છે. ફકત 18 દિવસમાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખના રાજીનામાંથી રાજકારણ ગરમાયુ છે. ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી રાજેશ રાઠવાએ સત્તા મેળવી તો ખરી પરંતુ સત્તા ભોગવી ન શક્યો.
Gandhinagar: ગિફ્ટ સિટીમાં સિંગાપોર-દુબઇની જેમ ચમકશે, આ દેશ કરશે કરોડોનું રોકાણ
પક્ષ સામે બળવો કરનારા સામે ભાજપ દ્વારા શિક્ષાત્મક પગલાં પણ લેવાયા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ 10 સભ્યોને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા. 20 માંથી અડધા સભ્યોએ કરેલા બલવાને લઈ ભાજપને પણ ભવિષ્યમાં દેખાતા નુકસાનને લઈ પ્રદેશ નેતાગીરીએ પુનઃ વિચારણા કરી અને બળવો કટનાર પ્રમુખ સાથે પરામર્શ કર્યા બાદ પ્રમુખના સ્વૈચ્છિક રાજીનામાને ભાજપે બળવાખોરોની ઘરવાપસી ગણાવી તો કોંગ્રેસે ભાજપ ઉપર ખોટી રીતે દબાણ આપ્યાનો આરોપ લગાવ્યો છે.અને બળવાખોરોને પોતાને ટેકો રહેશે તેમ જણાવ્યું છે.
RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત અને તમામ છ એ છ તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે આંતરિક વિવાદ વકર્યો અને ભાજપના રાજેશ રાઠવાએ 10 સભ્યો સાથે બળવો કરી પ્રમુખ પદ મેળવ્યું. છોટાઉદેપુર તાલુકા પંચાયતના 26 સભ્યો પૈકી ભાજપે 20 બેઠકો ઉપર વિજય મેળવ્યો છતાં ભાજપે આપેલા મેન્ડેડનો અનાદર કરી ભાજપમાંથી બળવો કરનાર 9 અને કોંગ્રેસના 6 સભ્યોએ રાજેશ રાઠવા તરફ પ્રમુખ પદ માટે મતદાન કર્યું. પ્રમુખ બનેલા રાજેશ રાઠવા ખુદ મતદાન પ્રક્રિયામાં ગેરહાજર રહ્યા. ત્યારબાદ ભાજપ પક્ષે બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કર્યા તો આજે પ્રમુખ ના રાજીનામાંથી છોટાઉદેપુર તાલુકા પંચાયતનું રાજકારણ ફરી ગરમાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube