ઝી બ્યુરો/છોટા ઉદેપુર: નવા વર્ષમાં બીજા જ દિવસે ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે સવાલ ઉઠાવતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જી હા,, છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતાં તેમણે જીપમાંથી છલાંગ લગાવી હોવાનો મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુરના કુંડીયા ગામની આ ઘટના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરો માત્ર કોરોનાનો જ નથી,આ રોગ પણ બન્યા જીવલેણ! ગુજરાતના મહાનગરો કેમ બન્યા હોટસ્પોટ


છેડતીથી બચવા ચાલુ જીપમાંથી કૂદીને બહાર છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખૂબ જ ગંભીર ઘટના છે આ. વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે. જીપમાં વિદ્યાર્થીઓની છેડતી કરવાની હરકત કરનારા રાક્ષસો કોણ હતા તેની તપાસ ચાલી રહી છે. 


ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા BJPનો ચક્રવ્યૂહ; વરિષ્ઠ નેતાઓને સોંપી મોટી જવાબદારી


પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે છેડતીબાજોની હિંમત કેવી રીતે ચાલી કે તેઓ ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરે. આવા અપરાધીઓને તો જાહેરમાં તાત્કાલિક ફાંસી આપીએ તો પણ ઓછું કહેવાય. આવા નરાધમોના કારણે દીકરીઓ ઘરની બહાર નીકળતાં ડરશે. જો આવા નરાધમોને તાત્કાલિક ફાંસીના માંચડે નહીં લટકાવવામાં આવે તો, જો તેમના ઘર ઉપર જેસીબી નહીં ચલાવવામાં આવે તો દીકરીઓનું ઘરની બહાર નીકળવું દુષ્કર બની જશે. 


ગુજરાતમાં ભાજપના મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી! બુટલેગરો અડધીરાતે ઘરે આવીને...


ઝી 24 કલાક પૂછે છે સવાલ આ લંપટ અપરાધીઓને ક્યારે પકડશે પોલીસ. વિદ્યાર્થિનીઓની છેડતી કરવાની ચાલુ ગાડીમાં કેવી રીતે તેમની હિંમત ચાલી?


'પરેશાન થઈ લાઈનો ના લગાવો...', જાણો ગુજરાતમાં ક્યાં સુધી લંબાશે ટ્રક ચાલકોની હડતાળ?