ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા BJPએ ઘડ્યો ચક્રવ્યૂહ; આ વરિષ્ઠ નેતાઓને સોંપી મોટી જવાબદારી
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી ને લઈ બીજેપી એક્શન મોડ માં આવી દિલ્હીમાં પદાધિકારીઓ ની બેઠક બાદ ગુજરાત માં પ્રદેશ કારોબારી અને તમામ મોરચા ના પદાધિકારીઓની બેઠક બાદ બીજેપી એ 26 બેઠકો પર જીત ની હેટ્રિક માટે બનાવ્યો પ્લાન. વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી.
Trending Photos
Loksabha Election 2024: હિતેન વિઠલાણી/અમદાવાદ: તિસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર ના નારા સાથે બીજેપી મેદાનમાં ઉતરી ચૂકી છે ને ગુજરાતમાં હેટ્રીક માટે પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા સહિત આર સી ફળદુ, જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે સી પટેલ, નરહરિ અમીન અને બાબુભાઈ જેબલિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપ તરફથી પોતાના ટીમ નક્કી કરી લેવાઈ છે, એક તરફે જોઈએ તો બીજેપી એ ઇતિહાસ રચવા માટે પોતાનો પ્લાન બનાવ્યો છે. લોકસભા ચૂંટણી માટે બીજેપી એ 26 બેઠકો માટે જવાબદારી નક્કી કરતા 3-3 બેઠકો નું અલગ અલગ ક્લસ્ટર બનાવ્યું છે. જેની કમાન પાર્ટી ના વરિષ્ઠ નેતાઓ ને સોંપવામાં આવી છે. બીજેપી ના ચાણક્ય કહેવાતા ગૃહ મંત્રી અમિત શાહ ના નજદીક ના વરિષ્ઠ નેતાઓ જે અત્યાર સુધી સંગઠન ને મજબૂત કરવામાં પોતાનો ફાળો ભજવી ચૂક્યા છે એવા પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા અને આર સી ફળદુ ને 2024 ની કમાન સોંપવામાં આવી છે.
તેના સિવાય જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે સી પટેલ, નરહરિ અમીન, બાબુભાઈ જેબલિયા ને પણ ટીમ માં લેવામાં આવ્યા છે અને આ નવી ટીમ પોત પોતાની લોકસભા બેઠકો પર 5 લાખ ની લીડ મેળવવા મેદાને ઉતરે તે પહેલાં 6 જાન્યુઆરી એ લોકસભા ચૂંટણી ને લઈ ગાંધીનગર માં એક મહત્વપૂર્ણ બેઠક પણ ભાજપ યોજશે.
જાણો કોણે કોણે કઈ જવાબદારી ?
- પ્રદીપસિંહ જાડેજા ને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ બેઠક ની જવાબદારી. ચૈતર વસાવાના કારણે હાલ ભરૂચ બેઠક ગુજરાતમાં રાજનીતિનું કેન્દ્ર બન્યું છે.
- ભૂપેન્દ્ર ચુડાસમા ને સૌરાષ્ટ્ર ની ભાવનગર, જૂનાગઢ અને અમરેલી બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે.
- આર સી ફળદુ ને પણ સૌરાષ્ટ્ર ની રાજકોટ, જામનગર અને પોરબંદર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
- નરહરિ અમીન ને ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે.
- અમિત ઠાકર ને બનાસકાંઠા, પાટણ અને કચ્છ બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે.
- બાબુ જેબલિયા ને સુરેન્દ્રનગર, મેહસાણા અને સાબરકાંઠા બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે.
- કે સી પટેલને અમદાવાદ પૂર્વ - પશ્ચિમ અને સૌથી મહત્વપૂર્ણ બેઠક દેશના ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
- જ્યોતિ પંડ્યાને સુરત, નવસારી, વલસાડ અને બારડોલી બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે.
VIDEO VIRAL: ડ્રાઇવરોની લુખ્ખી દાદાગીરી! સુરતમાં પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો
આમ ભાજપ એ 26 બેઠકો પર જીત ના જવાબદાર નક્કી કર્યાં હવે આ તમામ ની જવાબદારી રહેશે કે બેઠકો પર તે કેવી રીતે સૌથી વધુ લીડ મેળવી ને જીત અપાવે તો સાથે જ ઉમેદવારો નક્કી કરવા માટે મજબૂત દાવેદારો ની યાદી પણ પાર્ટી સુધી પહોંચાડવી તેના સિવાય આ જવાબદારો પોતે લોકસભા ચૂંટણી ના મેદાન માં નહિ ઉતરે એટલે કે તેમને એક પણ બેઠક થી ચૂંટણી લડવાની રહેશે નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે