જામનગરની જીજી હોસ્પિટલમાંથી નવજાત બાળકની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ
જીજી હોસ્પિટલમાંથી અજાણી મહિલા દ્વારા ગાયનેક વિભાગમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
જામનગર: જામનગરની જીજી હોસ્પિટલ બેદરકારી ઘણા કિસ્સાઓના કારણે હમેશાં સમાચારોમાં જોવા મળી રહી છે. ત્યારે આજે ફરી હોસ્પિટલનો નવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલમાંથી નવજાત બાળકની ઉઠાંતરીનો કિસ્સો બન્યો છે. જીજી હોસ્પિટલમાંથી નવજાત બાળકની ઉઠાંરતી થતા ચકચાર મચી ગઇ હતી. અજાણી મહિલા દ્વારા હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે આજે અજાણી મહિલા દ્વારા હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરવામાં આવી છે. નર્સના કપડામાં આવેલી અજાણી મહિલા બાળકને લઇ હોસ્પિટલમાંથી ભાગી છૂટી છે. નર્સના કપડામાં બાળકને ઉઠાવીને બહાર જતી મહિલા સીસીટીવી ફુટેજમાં જોવા મળી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
CCTVના આધારે પોલીસે વધુ તાપાસ હાથ ધરી છે. બાળકને જન્મ આપનાર માતા તથા પરિવારજનો બાળક ગુમ થયાનો જવાબ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તથા તપાસકર્મીઓ પાસે માગી રહ્યાં છે. હોસ્પિટલમાંથી નવજાત બાળક ગુમ થવાની ઘટના બનતાની સાથે જીજી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી.