રાજકોટમાં `હેન્ડ ફુડ માઉથ ડિસીઝ` રોગે મચાવ્યો તરખાટ, બચવા માટે આટલું કરો...
રાજકોટ શહેરમાં બાળકોમાં ચેપી રોગ વકરી રહ્યો છે. હેન્ડ ફુડ માઉથ ડિસીઝ નામનાં વાયરસને કારણે અનેક વિસ્તારમાં બાળકો આ રોગની જપટમાં આવી ગયા છે. હજારોની સંખ્યામાં બાળકોમાં આ વાયપસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેરમાં બાળકોમાં ચેપી રોગ વકરી રહ્યો છે. હેન્ડ ફુડ માઉથ ડિસીઝ નામનાં વાયરસને કારણે અનેક વિસ્તારમાં બાળકો આ રોગની જપટમાં આવી ગયા છે. હજારોની સંખ્યામાં બાળકોમાં આ વાયપસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વરસાદી વાતાવરણ અને તંત્રની નિષ્ક્રીયતાને કારણે હવે બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો:- સુરતના સાયણમાં પાણીજન્ય રોગોએ માર્યો ઉભરો, તંત્ર આવ્યું હરકતમાં
રાજકોટમાં પડેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે. ડેગ્યુ, મલેરીયાનાં કેસ વધતા જોવા મળી રહ્યા છે તો સાથે બાળકોમાં પણ 'હેન્ડ ફુડ માઉથ ડિસીઝ (HFMD) નામના વાયરસે તરખાટ મચાવ્યો છે. રાજકોટ શહેરનાં અનેક વિસ્તારોમાં બાળકોમાં આ રોગનાં લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરનાં 21 આરોગ્ય કેન્દ્રો અને 340 જેટલી આંગણવાડી કેન્દ્રો પર આ પ્રકારનાં રોગનાં બાળકોમાં લક્ષણો જણાય તો નિ:શુલ્ક દવા આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રોગ ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગે ઇન્ડીયન પિડીયાટ્રીક એસોસિએશનની મદદ પણ લીધી છે.
આ પણ વાંચો:- વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો
શું છે રોગનાં લક્ષણો...?
એકથી બે દિવસ તાવ આવે, શરીરમાં નબળાઇ આવે, ગળુ સુકાવુ અને બળતરા થાય, ભુખ ન લાગે, ત્રીજા દિવસથી શરીર પર ફોલ્લીઓ થવી, હથેળી, પગના તળીયા, મોંઢામાં ફોલ્લીઓ થાય, 2 થી 3 મી.મીની ફોલ્લી થવી, ઉંધ સતત આવે અને ઠંડું પીવાની ઇચ્છા થાય.
આ પણ વાંચો:- દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ: પીડિતાએ કહ્યું- દિકરીના હક્ક માટે DNA ટેસ્ટ કરાવવા તૈયાર છું
રોગને કેવી રીતે વધતો અટકાવવો...?
માતા-પિતાએ બાળકોની સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવુ. ચેપી રોગ હોવાથી સ્કુલ કે આંગણવાડી કે પ્લે સ્કુલમાં બાળકને મોકલવું નહિં. 7થી 10 દિવસ બાળકને આરામ કરાવવાથી ચેપી રોગમાંથી મુક્તી મળશે. ગળામાં ચાંદા હોય ત્યારે દુખાવો ન થાય તેવો ખોરાક આપવો. સ્કુલમાં કે આંગણવાડીમાં રમકડા, બેન્ચ, ખુરશી જેવા સાધનોમાં જંતુ મિશ્રણથી સાફ કરવા. ઘરે સાબુથી હાથ ધોવવાનું રાખો.
આ પણ વાંચો:- Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
રોગચાળો વકરવા પાછળ વરસાદી વાતાવરણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. જોકે રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઉચતા હવે રાજકોટ મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો પહેલેથી જ આરોગ્ય વિભાગે પોતાની કામગીરી કરી હોત તો આજે આ બાળકો રોગચાળાનાં ભરડામાં આવ્યા ન હોત. ત્યારે હવે બેદરકાર આરોગ્ય તંત્ર સામે કેવા પગલા લેવામાં આવે છે અને રોગચાળો વધવા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ થવી પણ એટલી જ જરૂરી છે.
જુઓ Live TV:-