સુરતના સાયણમાં પાણીજન્ય રોગોએ માર્યો ઉભરો, તંત્ર આવ્યું હરકતમાં

સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો અનેં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા ઓલપાડના સાયણમાં ફફડાટ મચી ગયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

સુરતના સાયણમાં પાણીજન્ય રોગોએ માર્યો ઉભરો, તંત્ર આવ્યું હરકતમાં

કિરણસિંહ ગોહિલ, સુરત: સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો અનેં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા ઓલપાડના સાયણમાં ફફડાટ મચી ગયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રોગચારાની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ઓલપાડના સાયણ ખાતે આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્રના સાયણની સરકારી હોસ્પિટલમાં દર્દી ઓની લાઈન જોઈ અંદાજ આવી જાય છે કે આ વિસ્તારમાં પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. સાયણના રસુલાબાદ અને આદર્શ નગર વિભાગ 1, 2, 3માં ઘરેઘરે ઝાડા ઉલ્ટીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં પરપ્રાંતીઓની વધુ વસ્તી હોવાથી સ્થાનિક તંત્ર પણ ઉદાસીન છે.

હાલમાં પડેલા ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં ત્રણ દિવસ પાણી ભરાયેલા રહ્યા હતા. જેના કારણે ગંદકી અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. સાયણની સરકારી અને સાયણ સુગર સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં 50થી વધુ ઝાડા ઉલ્ટીના દર્દીઓએ સારવાર લીધી છે અને હાલ પણ દર્દી વધી રહ્યા છે.

સામાન્ય રીતે વરસાદી પાણીનો નિકાલના થવાના કારણે આ વિસ્તારોમાં ગંદકી અને પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવોજોઈએ અને પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી મિક્ષ થતું હોયતો પાણીજન્ય રોગો વધુ જોવા મળે છે. સાયણની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઝાડા ઉલ્ટીના દર્દી વધી રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્યની ટીમે આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને ક્લોરીન ગોળીનું વિતરણ કરવું જોઈએ.

ઓલપાડ તાલુકના માત્ર સાયણ ગામે ઝાડા ઉલ્ટીના કેશ નોંધાયા નથી. પરંતુ આજુબાજુ ગામડાના દર્દીઓ પણ વધુ આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news