અજય શીલુ/પોરબંદર: ગાંધી જન્મભૂમિ તરીકે દુનિયાભરમાં જાણીતું પોરબંદર હાલ પક્ષી નગરી તરીકે પણ એટલું જ જાણીતું બન્યું છે. દર વર્ષે શિયાળો શરૂ થતાની સાથે જ લાખોની સંખ્યામાં દેશી-વિદેશી પક્ષીઓ પોરબંદરના મહેમાન બનીને અહીં કલરવ કરતા જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ અહીની મહેમાન ગતિ માણતા હોય છે. અમુક પક્ષીઓને તો પોરબંદરનુ આતિથ્ય એવુ પસંદ આવી ગયુ છે કે તે કાયમી માટે અહીના જ રહેવાસી બની ગયા છે. પોરબંદરના પક્ષીવિદો અને પક્ષીપ્રેમીઓ હાલ આવા જ હજારો પક્ષીઓના કલરવ અને આકાશને ઢાંકીને ઉંચી ઉડાન ભરતા પક્ષીઓને નિહાળીને કુદરતની આ કરામતને લ્હાવો લેતા જોવા મળી રહ્યા છે.



અમદાવાદ પોલીસ બની હાઈટેક; 'તરકસ એપ' થી ગમે તેવો આરોપી બચી શકશે નહીં, પોલીસને એક ક્લિકે...


પોરબંદરમાં આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના આગમન માટેના કારણો અને અહીં આવતા અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ અંગે પોરબંદર જિલ્લાના નાયબ વન સંરક્ષક દ્વારા એવુ જણાવવામા આવ્યુ હતુ કે, જાન્યુઆરી-ફ્રેબુઆરીની સિઝન એ ફ્લેમિંગોની સિઝન છે આ સિવાય કુંજ.ડક્સ અને પેલિકન સહિતના અંદાજે 200 જેટલા વિવિધ પક્ષીઓ અહીં આવતા હોય છે. આ વિસ્તારમાં જે વોટર બોડીઝની મોટી સંખ્યામાં આવેલા છે તે અને જે રીતે અહી શિકારના બનાવ બનતા ન હોવાથી પક્ષીઓ અહી સલામતી અનુભવે છે તેના કારણ પક્ષીઓ અહીં વધુ આવે છે.



પક્ષીઓ જે રીતે કુદરતની અનેરી દેન છે તેમ તેઓના ખોરાકમાં પણ ઘણી જ વિવિધતા રહેલી છે જેમ કે,ફ્લેમિંગો છે તેનો ખોરાક આલ્ગી છે જે બહારથી પુરી પાડી નથી શકાતી તે કુદરતી ઉગે છે અને પોરબંદરમાં આ ખોરાક મળી રહેતો હોવાથી ફ્લેમિંગો વધુ પ્રમાણમાં અહીં વસવાટ કરતા જોવા મળે છે. અમુક કુંજ સહિતના પક્ષીઓ જે છે તેઓના મુખ્ય ખોરાક એવા ચણા અને મગફળી તેઓને ખેતરોમાંથી મળી રહેતી હોવાથી તેઓ વધુ પ્રમાણમાં અહીં વિહરતી જોવા મળે છે. પોરબંદર જિલ્લાના નાયબ વન સંરક્ષકે પક્ષીઓના અહીં વસવાટને લઈને મહત્વની વાત એ જણાવી હતી કે, પોરબંદરમાં સદનસીબે પોરબંદર જિલ્લામાં એટલી જાગૃતી છે કે,પક્ષીઓને સામાન્ય ઈજા પહોંચે તો પણ લોકો સ્વેચ્છાએ તેઓને પક્ષી અભ્યારણ ખાતે લાવે છે અને સારવાર અપાવે છે.



મિત્ર એ મિત્રનો જીવ લીધો; 12 વર્ષ જુના પત્ની સાથેના આડા સંબંધે તિરાડ પાડી, પોતાને સાચા સાબિત કરવા મિત્રએ આત્મહત્યા કરી


મુક્ત મને વિહરતા પક્ષીઓને જોવા તેઓના કલરવને સાંભળવા તે ખરેખર એક અલભ્ય લ્હાવો જ ગણાય છે.ત્યારે પોરબંદર જે રીતે આજે વિવિધ દેશ-વિદેશી પક્ષીઓનુ ઘર બન્યું છે તેને જોતા દેશ-વિદેશથી અહીં પક્ષી પ્રેમીઓ અહીની મુલાકાત લેતા હોય છે ત્યારે પોરબંદરમાં હજુ પણ તંત્ર દ્વારા પક્ષીઓ માટે કામ કરવામાં આવે તો પોરબંદર જિલ્લો એ પક્ષીઓ માટે વધુ જાણીતો બની શકે તેમ છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube