જમીલ પઠાણ/છોટાઉદેપુર: આદિવાસી સમાજની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિ, કલા, અને પારંપરિક રીતરીવાજોના દર્શન એટલે હોળીના મેળાઓ આશ્ચર્ય ચકિત કરી દે અને રુવાટા ઉભા કરી દે તેવી 200 વર્ષ જૂની પરંપરા એટલે ગોળ ફેર્યુંનો મેળો. જેને આજે પણ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓએ જાળવી રાખી છે, પરંતુ કોરોના મહામારીના કારણે મેળાઓ ઉપર પ્રતિબંધને લઈ મેળો ફિક્કો દેખાયો. જોકે આદિવાસિઓએ પોતાની 200 વર્ષ જુની આ પરંપરાને કોરોના મહામારી વચ્ચે પણ જાળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય ચૂંટાય તેવી શક્યતા


છોટાઉદેપુરએ આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આદીવાસીઓ માટે  હોળીએ એક ખૂબ જ મોટો અને મહત્વનો તહેવાર તરીકે મનાય છે. દેશભરમા હોળીને જુદા જુદા પ્રાંત અને સમાજના લોકો અલગ અલગ રીતે ઉજવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદીવાસીઓની  હોળીનાં પર્વ ની ઉજવણી પણ કાંઇક વિશેષ જ છે, અહિં વસતા આદિવાસીઓ રંગ, ગુલાલ કે પાણી છાંટી નહી પરંતુ હોળીપૂર્વે અને પશ્ચાત જુદી જુદી જગ્યા એ મેળાઓ સ્વરૂપે ઉજવે છે. આ મેળાઓ માં આદિવાસી ભાઈબહેનો તેઓના પારંપરીક અને રંગબેરંગી પોષાક તથા વિશિષ્ટ આભુષણો પહેરી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. 


RAJKOT: શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગ સક્રિય, એન્જિનિયર યુવકને લૂંટી લીધો


આવો જ એક મેળો આજે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના  રૂમડિયા ગામે  ભરાયો હતો જેને અહીના લોકો  “ગોળફેર્યુ” કહે છે. સમગ્ર વર્ષ દરમિયાન રહેલી સુખ શાંતિને લઈ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવા આ મેળો ભરાય છે. સાથે આદિવાસી સમાજમાં બળવાઓનું વિશેષ મહત્વ હોય છે કારણ કે બળવો એ સામાજિક વૈજ્ઞાનીક માનવામાં આવે છે ત્યારે મેળામાં કરવામાં આવતી વિશેષ ગોળ ફેરયુંની પ્રક્રિયા એ સ્થાનિક બળવાઑ માટે એક પરીક્ષણ ની પણ પ્રક્રિયા મનાય છે, ગોળફેર્યું નાં આ મેળા માં શ્રદ્ધા અને  આસ્થાની સાથે પોતાના જીવ ના જોખમે અદભૂત અને આશ્ચર્યજનક પરંપરાને આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે. 


ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી: ભાજપે પોતાના યોદ્ધાઓનાં નામ કર્યા જાહેર


વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થળના સ્તંભ ઉપર એક આડા લાકડાનાં એક છેડે બાધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી આઠ દસ માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઇષ્ટ દેવતાને રીઝ્વવા તેમજ પરીપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવાની સાથે બળવાઓની કસોટીના ભાગ રૂપે આ ખાસ પ્રકારની ગોળફર્યુ પ્રક્રિયા કરવામા આવે છે. આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે. અને માનતા પૂર્ણ કરવા આ ગોળફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે. પોતાની આદિવાસી સંસ્ક્રુતિ ને જાળવી રાખવા આ મેળાને ઉજવવા આદિવાસી સમાજનો  શિક્ષીત વર્ગ પણ દેશના ગમે તે ખૂણે વસેલો હોય પરંતુ પોતાના ગામ માં અચૂક આવી પહોચે છે.કહેવાય છે કે કોઈક કારણોસર જે વર્ષે ગોળ ફેર્યું ની પ્રક્રિયા કરવામાં ન આવે તો તે વર્ષે ગામમાં કુદરતી આફતો આવે છે , અહીના વડીલોનું માનીએ તો  અહિં આ જીવ ને જોખમમાં નાખતી પરંપરાને છેલ્લા 200 વર્ષથી નિભાવવામાં આવે છે પરંતુ આજ દિન સુધી દોરડા ઉપર લટકી ગોળ ફરતા અને ગોળ ફેરવાતા લોકોને કોઈ હાની થઈ નથી. કેટલીક વાર દોરડો હાથમાંથી છૂટી જાય તો પણ જમીન ઉપર પટકાવા વાળા વ્યક્તિને કોઈ ઈજાઓ થતી નથી. અને આ શ્રદ્ધા ને કારણે આજે પણ આ પરંપરા યથાવત છે.


અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત


આમ તો હોળી પૂર્વે અને પશ્ચાત યોજાતા આ મેળાઓ પ્રકૃતિ સાથે ના તાલમેલ ના ભાગરૂપે પ્રકૃતિના આભાર માણવાની સાથે મોજ મજા કરવા માટેના હોય છે પરંતુ જ્યારે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નવ યુવા યુવતીઓ પોતાના પારંપારિક ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈ સોળે શણગાર કરી મેળો માણવા આવતા હોય છે,જોકે આ વખતે કોરોના મહામારીનો લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી મેળાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે જેને લઇ આ વર્ષે આ ગોળ ફેરયુનો મેળો ફિક્કો દેખા દીધો હતો, પ્રતિવર્ષ કરતા આ વર્ષે ખુબજ ઓછી સંખ્યામાં લોકો મેળામાં જોવા મળ્યા હતા,આદિવાસીઓનું માનવું છેકે જો આ પરંપરાને નિભાવવામાં ન આવે તો પંથકમાં મોટી આફત આવી શકે છે અને એટલેજ કોરોના મહામારી વચ્ચે મેળાના મનોરંજન ને બાદ કરી માત્ર ગણતરીના સ્થાનિક લોકોએ પોતાની આ પરંપરાને નિભાવી છે.સાથે વિશ્વમાંથી આ કોરોના મહામારી નાબૂદ થાય એ માટે પોતાના ઇષ્ટદેવ પાસે પ્રાર્થના કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube