AHMEDABAD: નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય ચૂંટાય તેવી શક્યતા

700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી 474 શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના ટૂંક સમયમાં કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ જોતા સ્કૂલ બોર્ડ સમિતિમાંથી પણ કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. 15 સભ્યોની એવી સ્કૂલ બોર્ડ સમિતિમાં આ વખતે માત્ર એક જ વિપક્ષના નેતાને સ્થાન મળે તેવી સ્થિતિ પેદા થઈ છે. અને જો અંતિમ સમયે એમાં પણ કોઈ રાજકીય દાવપેચ રમાય તો સ્કૂલ બોર્ડ સમિતિ વિપક્ષના સભ્ય વિહોણી જોવા મળશે તેવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

Updated By: Mar 30, 2021, 11:31 PM IST
AHMEDABAD: નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય ચૂંટાય તેવી શક્યતા
પ્રતિકાત્મક તસવીર

અતુલ તિવારી/અમદાવાદ : 700 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી 474 શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના ટૂંક સમયમાં કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ જોતા સ્કૂલ બોર્ડ સમિતિમાંથી પણ કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. 15 સભ્યોની એવી સ્કૂલ બોર્ડ સમિતિમાં આ વખતે માત્ર એક જ વિપક્ષના નેતાને સ્થાન મળે તેવી સ્થિતિ પેદા થઈ છે. અને જો અંતિમ સમયે એમાં પણ કોઈ રાજકીય દાવપેચ રમાય તો સ્કૂલ બોર્ડ સમિતિ વિપક્ષના સભ્ય વિહોણી જોવા મળશે તેવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

RAJKOT: શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગ સક્રિય, એન્જિનિયર યુવકને લૂંટી લીધો

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં સ્કૂલ બોર્ડના 15 સભ્યો તમામ 474 શાળાઓના સંચાલનની પ્રક્રિયા પર દેખરેખ રાખતા હોય છે. આ 15 સભ્યોની વાત કરીએ તો 3 સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે જેમાં 1 સભ્ય તરીકે અમદાવાદના જિલ્લાશિક્ષણાધિકારી અને બે સભ્ય તરીકે સત્તા પક્ષ નક્કી કરે અને રાજ્ય સરકાર અંતિમ મહોર લગાવે તેવી વ્યક્તિની પસંદગી કરાતી હોય છે. બાકી રહેતા 12 સભ્યોની નિમણુંક માટે રાજકીય પક્ષો વચ્ચે દાવપેચ રમાતા હોય છે. આ 12 સભ્યોમાંથી એક બેઠક અનામત, 3 બેઠક મેટ્રિક પાસ ઉમેદવાર માટે ફાળવવામાં આવતી હોય છે. જ્યારે બાકીની 8 બેઠક પર કોર્પોરેટર ના હોય તેવી વ્યક્તિ પણ કોર્પોરેટરના મેન્ડેટ અને ટેકાના સહારે દાવેદારી નોંધાવતા હોય છે. આ વખતે સર્જાયેલી પરિસ્થિતિ મુજબ સ્કૂલ બોર્ડના સમિતિમાં શાસક પક્ષ એટલે કે ભાજપનો દબદબો ફરી એકવાર જોવા મળશે. 15 સભ્યોમાંથી DEO ને બાદ કરતાં બાકીના 13 સભ્યો શાસકપક્ષ એટલે કે ભાજપના નિમણુંક પામશે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી: ભાજપે પોતાના યોદ્ધાઓનાં નામ કર્યા જાહેર

ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. જેમાં શહેરમાં આવેલા 48 વોર્ડની 192 બેઠકોમાંથી 160 બેઠક ભાજપના ફાળે આવી, તો માત્ર 24 બેઠક જ કોંગ્રેસ હાંસિલ કરી શક્યું, જ્યારે 7 બેઠકો AIMIM તો 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. જુદા જુદા પક્ષોએ હાંસલ કરેલી બેઠકોના આંકડાકીય ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આ સ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના એક માત્ર નેતા જોવા મળશે તેવી સ્થિતિ પેદા થઈ છે. એટલે સ્કૂલ બોર્ડ સમિતિમાંથી પણ કોંગ્રેસનો લગભગ સફાયો થઈ રહ્યો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત

કરોડોનું વાર્ષિક બજેટ ધરાવતી અને ગરીબ - મધ્યમ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 474 શાળાઓમાં 1.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમયાંતરે બાળકોના હિતને લઈ કેટલીક વાર વિપક્ષના સ્કૂલ બોર્ડના સભ્યો દ્વારા જુદા જુદા નિર્ણયનો વિરોધ કરાતો હોય છે પરંતુ હાલમાં પણ માત્ર 3 જ સભ્યો ધરાવતા એવા કોંગ્રેસ પક્ષની સ્થિતિ આગામી સ્કૂલ બોર્ડ સમિતિમાં વધુ નબળી પડશે, માત્ર એક જ સભ્ય કોંગ્રેસ તરફથી સમિતિમાં જોવા મળશે, તો સાથે જ આ પરિસ્થિતિમાં શાસક પક્ષના નિર્ણયનો વિરોધ કે કોઈ સુધારા અંગે માંગ કરવાની સ્થિતિમાં પણ કોંગ્રેસ જોવા નહીં મળે. સત્તાપક્ષ જે નક્કી કરશે તે નિર્ણય અંતિમ સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube