હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં ફરી પાછી અલગ ભીલીસ્થાનની માગણી પ્રબળ બની. દેડીયાપાડા બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) એ વિધાનસભાના પ્રથમ દિવસે જ આદિવાસીઓ સાથે થયેલા અન્યાયના મુદ્દે ભીલીસ્તાન પ્રદેશની માંગણી ફરી પાછી કરી. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનથી આદિવાસીઓ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા કૂચ: કોંગ્રેસના નેતાઓ પર પાણીનો મારો, અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યા


આ કાર્યક્રમ અગાઉ સંદર્ભે ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે પ્રકારે રાજ્ય સરકારે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો છે તે આદિવાસી વિસ્તારો માટે અયોગ્ય છે. એક તરફ એક મતદાર માટે અલગ બુથ ઊભું કરવાની વ્યવસ્થા ચૂંટણીપંચ કરતું હોય છે ક્યારે એક વિદ્યાર્થી માટે એક શાળા કેમ ન કરવી પડે. તે કરવી જોઈએ. બિન સચિવાલયની પરીક્ષામાં આટલી મોટી ગેરરીતિઓ થઈ હોવા છતાં પરીક્ષા રદ્દ નથી કરવામાં આવતી તેવા તમામ પ્રશ્નોને લઈને આદિવાસીઓ વિધાનસભાનો આજે ઘેરાવો કરવાનો કાર્યક્રમ હતો .


જુઓ VIDEO...


VIDEO: યુવા ધન 'સફેદ નશા' ના રવાડે, ટાબરીયાઓથી માંડીને યુવક યુવતીઓ નશાની ચુંગલમાં


ગુજરાત વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસન ઉદ્યોગ માટે ઓથોરિટી બનાવવાની રાજ્ય સરકારની પહેલને પણ આકરી ટીકા આદિવાસી ધારાસભ્ય મહેશ વસાવા એ કરી. મહેશ વસાવાના જણાવ્યા પ્રમાણે આદિવાસીઓના હક અધિકાર પર સરકાર તરાપ મારી રહી છે. આદિવાસીઓની જમીનના હક છીનવાઈ રહ્યા છે જેના કારણે અલગ ભીલીસ્થાનની માંગણી પ્રબળ બની છે. રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અલગ ભીલીસ્તાનની માગણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ અલગ ભીલીસ્થાનની માગણી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...