વિધાનસભા કૂચ: કોંગ્રેસના નેતાઓ પર પાણીનો મારો, અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યા

વિધાનસભા કૂચનો ફ્લોપ શો: નેતાઓ અને કાર્યકરોને અટકાવવા માટે પોલીસે તેમની અટકાયત કરીને લઈ જવા માંડ્યા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે ટીંગાટોળી કરીને ત્યાંથી ખસેડ્યા હતાં. આ ઝપાઝપીમાં તેમનો કૂર્તો પણ ફાટી ગયો હતો. 

Updated By: Dec 9, 2019, 01:54 PM IST
વિધાનસભા કૂચ: કોંગ્રેસના નેતાઓ પર પાણીનો મારો, અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યા

ઝી મીડિયા બ્યુરો, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ ગયુ છે. જો કે કોંગ્રેસે આ દરમિયાન સરકાર પર દબાણ સર્જવા માટે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું. કાર્યક્રમ સત્યાગ્રહ છાવણીથી શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરો, અને નેતાઓએ સત્યાગ્રહ છાવણીથી કૂચની શરૂઆત કરી હતી. સરકારે કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી આપી નહતી આથી તેમને કોઈ પણ ભોગે વિધાનસભા પહોંચતા અટકાવવા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો.  જેવા કાર્યકરો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે પાણીનો મારો કરવો પડ્યો. 

વિધાનસભા કૂચ: કોંગ્રેસનો આક્ષેપ, કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો

પોલીસે વોટર કેનનો લીધો સહારો, રેલીમાં પોલીસ પર પથ્થરમારો
પોલીસે ટોળાના વિખેરવા માટે પાણીનો મારો ચલાવ્યો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વરુણ વાહનના કાંચ તોડ્યાં. ટોળા દ્વારા વરુણ વાહન પર પથ્થમારો કરાયો હતો. 

પોલીસે કરવો પડ્યો બળપ્રયોગ
આ બાજુ પોલીસનું કહેવું છે કે રેલીમાં સામેલ થયેલા લોકોને અટકાવવા માટે પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા પોલીસ પર પથ્થરમારો થયો. ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. પોલીસે કાર્યકરોને રોકવા માટે વોટર કેનનનો મારો પણ ચલાવ્યો હતો. જેમાં કેટલાક કાર્યકરો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમિયાન પોલીસે નેતાઓ અને કાર્યકરોને ટીંગાટોળી કરીને ત્યાંથી ખસેડવા પડ્યાં. 

કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું સૂરસૂરિયું, 8-10 ગાડીઓ ભરીને નેતાઓ, કાર્યકરોની અટકાયત

8-10 ગાડીઓ ભરીને કાર્યકરોની અટકાયત થઈ
મળતી માહિતી મુજબ કોંગ્રેસના કાર્યકરોની 8-10 ગાડીઓ ભરીને અટકાયત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અને કાર્યકરોની અટકાયત થઈ છે. રાજ્યમાં અલગ અલગ શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી, ખેડૂતોને પાક વીમાની સહાયતા અને તેમાં થયેલા છબરડાંઓ, ઉપરાંત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહીતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયત્નો કરી રહી હતી. કોંગ્રેસે રાજ્યભરમાંથી પક્ષના કાર્યકરોને ગાંધીનગર પહોંચવા માટે એલાન કર્યુ હતું. 

અમિત ચાવડાના કપડાં ફાટ્યા, ટીંગાટોળી કરીને લઈ જવાયા
નેતાઓ અને કાર્યકરોને અટકાવવા માટે પોલીસે તેમની અટકાયત કરીને લઈ જવા માંડ્યા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે ટીંગાટોળી કરીને ત્યાંથી ખસેડ્યા હતાં. આ ઝપાઝપીમાં તેમનો કૂર્તો પણ ફાટી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...