VIDEO: યુવા ધન 'સફેદ નશા' ના રવાડે, ટાબરીયાઓથી માંડીને યુવક યુવતીઓ નશાની ચુંગલમાં

શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઈને યુવક યુવતીઓમાં નવા નશાએ દસ્તક આપી  છે અને આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યા છે જેમાં સામન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વ્હાઈટનર (Whitener)  છે. વ્હાઈટનર આ નશાખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વ્હાઈટનરના નશા (Whitener Addiction) માં સપડાયો હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વ્હાઈટર પર પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે. 

VIDEO: યુવા ધન 'સફેદ નશા' ના રવાડે, ટાબરીયાઓથી માંડીને યુવક યુવતીઓ નશાની ચુંગલમાં

જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઈને યુવક યુવતીઓમાં નવા નશાએ દસ્તક આપી  છે અને આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યા છે જેમાં સામન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વ્હાઈટનર (Whitener)  છે. વ્હાઈટનર આ નશાખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વ્હાઈટનરના નશા (Whitener Addiction) માં સપડાયો હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વ્હાઈટર પર પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે. 

થોડાક મહિનાઓ અગાઉ ઝી 24 કલાકે શહેરના કોટ વિસ્તારથી લઈને પોશ વિસ્તારમાં ડ્રગ્સ અને એમડીને લઈને એક રીયાલીટી ચેક હાથ ધર્યુ હતું જેમાં ટીનએજર્સથી માંડીને કોલજના યુવાન યુવતીઓ આ ડ્રગ્સની ઝપેટમાં હતા. આ રીયાલીટી ચેક બાદ શહેર પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે લગભગ એમડીના શહેરના અને શહેર બહારના ડ્રગ્સ માફીયાઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ત્યારે ઝી 24 કલાકે આ વ્હાઈટનરને લઈને શહેરના કોટ અને પોશ વિસ્તારમાં ફરી રીયાલીટી ચેક હાથ ધાર્યું હતું. જેમાં 15 વર્ષ થી લઈને 25 થી ૩૦ વર્ષના યુવાન અને યુવતીઓ આ નશામાં સપડાયેલા સામે આવ્યા છે. 

વધુ વિગતો માટે ખાસ જુઓ VIDEO...

સામન્ય દેખાતી આ વ્હાઈટનરની બોટલ હવે નશાખોરો જાણે કે આશીર્વાદ રૂપ બની ગઈ છે કારણ કે આ વ્હાઈટનરનો નશો કરવાથી નાં તો પોલીસ પકડે છે નાં તો નશો કરનારા નશાખોરોના માતા પિતાને આની ભનક આવે છે. માત્ર 20 થી 30 રૂપિયામાં આ વ્હાઈટનરની બોટલ શાળાની નોટબૂક વેચતી દુકાનમાંથી આસાનીથી મળી જાય છે જેથી આ નશાખોરો પણ બિન્દાસ રીતે આ નશો કરી શકે છે. 
 
ઝી 24 કલાકે કરેલા રીયાલીટી ચેકમાં સામે આવ્યું છે કે માત્ર 20 થી 30 રૂપિયામાં નશાખોર આ વ્હાઈટનર ખરીદે છે અને તેને સ્મેલ કરવાથી નશો કરે છે. આ નશો નાના ટાબરિયાઓ પણ વ્હાઈટનરનો નશો કરે છે અને કેવો નશો થાય છે તે બિન્દાસ બતાવે છે પણ ખરા. નશાખોર સો પ્રથમ તો વ્હાઈટનરને એક સફેદ કપડામાં નાખી તેને નાક વડે અને ત્યારબાદ મો વડે સુંઘે છે જેનાથી નશો થાય  છે. અહીં વીડિયોમાં જોવા મળતા નાના ટાબરીયાઓ 13 વર્ષના હતા ત્યારથી આ વાઈટ્નરનો નશો કરે છે. અગાઉ આ ટાબરિયાઓ ગાંજો અને ચરસનો નશો કરતા હતા પરંતુ તે નશો મોંઘો થઈ જતા આ નશાખોરો આ વ્હાઈટરના નશા તરફ વળ્યા છે. 

નવાઈની વાત તો એ છે કે આ વ્હાઈટરના નશામાં ટીનેજર્સ અને યુવતીઓ પણ બાકાત નથી. ઝી 24 કલાકે કરેલા રીયાલીટી ચેકમાં ઘણી એવી યુવતીઓ પણ સામે આવી હતી કે તેઓ આ વ્હાઈટનરના નશામાં ઘણા વર્ષોથી સપડાયેલી છે અને હાલ પણ આ વ્હાઈટનરનો નશો કરી રહી છે. પરંતુ કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી. સ્કૂલથી માંડીને શહેરના પ્રખ્યાત કોલેજ અને ઇન્સ્ટીટયુટમાં આ વ્હાઈટરના નશાએ પગ પેસારો કર્યો છે. જેનાથી યુવક યુવતીઓના માતા પિતા અને સ્કુલ ઇન્સ્ટીટયુટ પણ હાલ અજાણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news