ઝી બ્યુરો/અંબાજી: અંબાજીનાં ગબ્બરમાં રહેતા ચુંદડીવાળા માતાજી જેઓ 80 વર્ષ સુધી અન્ન-જળ વગર જીવી એક ઈતિહાસ કાયમ કર્યો. જ્યારે આજે આ ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઇ જાની આપણી વચ્ચે નથી ત્યારે આજે પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા. તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ આરતી સહિત અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સુરત જોઈ રહ્યું છે રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ? સામે આવ્યો વધુ એક 'લાક્ષાગૃહ'


અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજી ખાતે 3 km દૂર ગબ્બર પર્વતની પહાડીઓમાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાનીનો આશ્રમ આવેલો છે. આ આશ્રમ પર ચુંદડીવાળા માતાજી (પ્રહલાદ જાની) ઘણા વર્ષો સુધી પહાડોમાં તપસ્ચર્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી. 


કાળઝાળ ગરમી સરકારને આભારી! 2870 ચો કિમી. ટ્રી કવર ઘટ્યું, આટલા વૃક્ષો કપાયા


ચુંદડીવાળા માતાજી 80 વર્ષ કરતાં વધુ સમયથી અન્ન પાણી વીના જીવન જીવતા હતા અને તેમનું મેડિકલ પરીક્ષણ પણ થયું હતું. 26-5-2021ના રોજ ચુંદડી વાળા માતાજી કોરોના સમયે આ દુનિયાથી અલવિદા લીધી હતી. પરંતુ તેમના ભક્તોની સંખ્યામાં હજુ સુધી ઘટાડો થયો નથી અને વધુમાં વધુ ભક્તો તેમના મંદિરમાં માતાજીની સમાધિના દર્શને પહોંચે છે જ્યાં ચુંદડી વાળા માતાજી ની મારબલ ની પ્રતિમા બેસાડવા માં આવી છે તેમનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 


ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ


આ ચુંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર દર રવિવાર અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે ને ચુંદડીવાળા માતાજી 2021 માં સ્વર્ગવાસ થયા બાદ જે જગ્યા ઉપર માતાજી બેસતા હતા ત્યાં તેમની સમાધિ બનાવવામાં આવી હતી. અને હજુ પણ ભક્તો તેમના આશ્રમ ઉપર દર્શન કરવા આવે છે. 


Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ


આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો ને મોટી સંખ્યામાં ભક્તોએ ચુંદડીવાળા માતાજીને યાદ કર્યા હતા. ભક્તે જણાવ્યું હતું કે માતાજી શરીરથી અમારી સાથે નથી પણ તેઓ શરીરથી નહી પણ આત્માથી અમારી સાથે જોડાયેલા છે.